
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શનિવાર
આવકવેરાના રિટર્ન ફાઈલ કરવાની મુદત પૂરી થાય તે પૂર્વે બિઝનેસ કરતાં કરદાતા તેનું રિટર્ન ફાઈલ ન કરે તો તેને બિઝનેસમાં ગયેલી લૉસ કેરી ફોરવર્ડ કરી શકશે નહિ. બિઝનેસ, હાઉસ પ્રોપર્ટી કે પછી કેપિટલ ગેઈનમાં ગેયેલા નુકસાનને કેરી ફોરવર્ડ કરવાની તક ગુમાવી દે છે. પરિણામે તેમને મોટું નુકસાન થઈ શકે છે. હા, તેઓ માત્ર ઘસારાને કારણે થયેલા નુકસાનને જ કેરીફોરવર્ડ કરી શકે છે. આવકવેરા ધારા ૧૯૬૧ની કલમ ૭૭ અને ૭૮માં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ આ લાભથી તેમને વંચિત કરી દેવામાં આવે છે.
આવકવેરા ધારાની કલમ ૨૩૪(એફ)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ કરદાતાને ૩૧મી ડિસેમ્બર ૨૦૨૧ની ડેડલાઈન સુધીમાં તેમના રિટર્ન ફાઈલ ન કરે તો તેમને રૂ. ૧૦,૦૦૦નો દંડ પણ કરવામાં આવે છે. જે કરદાતાઓની આવક કરને પાત્ર હોય તેમને રૂ.૧૦,૦૦૦(દસ હજારનોે)નો દંડ થાય છે. પરંતુ જે કરદાતાની આવક રૂ. ૫ લાખથી ઓછી હોય અને વેરા પાત્ર ન બનતી હોય તો તેમને માત્ર રૂ.૧૦૦૦નો (એક હજારનો) જ દંડ ભરવો પડે છે.
બીજીતરફ આવકવેરાનું રિટર્ન અપલોડ કરવાની તારીખ એક્સટેન્ડ કરવામાં નહિ આવે તેવી મહેસૂલ સચિવે બપોરે જ જાહેર કરી દીધી હોવાથી છેલ્લા એક જ દિવસમાં કુલ ૪૬.૧૧ લાખ રિટર્ન ફાઈલ થયા હતા. આ સાથે જ કુલ મળીને ૬.૪૧ કરોડ રિટર્ન ફાઈલ થયા હતા.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનું કહેવું છે કે સમયસર રિટર્ન ભરવાની દરેક કરદાતાએ અને કંપનીઓએ કરી જ લેવી જોઈએ. સરકાર તેમને પૂરતો સમય આપે છે. આ સમય દરમિયાન તૈયારી ન કરીને છેલ્લી રિટર્ન અપલોડ થતા નથી તેવી બૂમરાણ મચાવીન ેરિટર્ન ફાઈલ કરવાની મુદત લંબાવવાની માગણી કરવી ઉચિત જ નથી. તેમ કરવા જવામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટથી પણ મોટી ભૂલ થઈ જવાની સંભાવના રહેલી છે. ેતમના એઆઈએસની સાથે તેમના રિટર્નની વિગતોનું ક્રોસ ચેકિંગ કરવાનું ચૂકી જાય તેવી સંભાવના રહેલી છે. જેન્યુઈન એન્ટ્રીઓ ચકાસી શકાતી નથી. આવી શકે છે. તેમ જ કરદાતાને કાયદેસર મળવાપાત્ર લાભ પણ અપાવવાના રહી જાય છે. તેમ જ કરદાતાના રિટર્નની આકારણી કરવાની શક્યતા વધી જાય છે. એક જ ઘરના કે કંપનીના પાંચ જણાના રિટર્ન ફાઈલ કરવાના રહી જાય તો તેમને રૃા. ૫૦,૦૦૦નો દંડ ભરવાની નોબત આવી શકે છે.
આ સ્થિતિમાં કરદાતાઓએ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે છેલ્લી ઘડીએ પોર્ટલનો વાંક કાઢવાનું બંધ કરી દેવું જોઈએ. મોટા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માને છે કે ૮૦ ટકા કરદાતાઓ છેલ્લા અઠવાડિયે જ તેમના રિટર્ન ફાઈલ કરવા માટે આવે છે. ત્યારબાદ ઉતાવળ કરાવીને તેમનેા પોતાને માટે જ મુસીબતને આમંત્રણ આપે છે. તેમણે પોર્ટલનો વાંક કાઢવાનું બંધ કરી દેવું જોઈએ.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3FLNyNd
via IFTTT
إرسال تعليق