
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શનિવાર
રૂ. ૪૨.૫૩ કરોડના બોગસ બિલને આધારે રૂ. ૨૯.૦૭કરોડની ખોટી ટેક્સ ઇનપુટ ક્રેડિટ લેવાના કૌભાંડમાં પોરબંદરના અમિત દેવાણીની ૩૧મી ડિસેમ્બરે અમદાવાદની જીએસટી કચેરીના અધિકારીઓએ ધરપકડ કરી હતી. અમિત દેવાણીના પોરબંદર સ્થિત રહેઠાણ અને ઑફિસમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. અમિત દેવાણી પાસેથી ચાર મોબાઈલ અને હિસાબી સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે. અમિત દેવાણીના મોબાઈલમાંથી ઘણાં વાંધાજનક ડેટા અને દસ્તાવેજો મળી આવ્યા છે. તેને આધારે જ આ કૌભાંડમાં તેની સંડોવણી હોવાનું પ્રસ્થાપિત થયું હતું.
આમ તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કચેરીના અધિકારીઓએ અમદાવાદના દરિયાપુર વિસ્તારની મહિલા અરફાનાબાુન સાબીરહુસૈન શેખ અને ગાંધીનગર સુઘડ વિસ્તારના જનક બૈજુકુમાર પંચાલની ૨૭મી ડિસેમ્બરે ધરપકડ કરીને તેમના ચાર દિવસના મેળવેલા રિમાન્ડ દરમિયાન તેમની પૂછપરછ કરીને મેળવેલી વિગતને આધારે અમિત દેવાણીન ેસમન્સ પાઠવ્યું હતું. આ સમન્સ મળતા અમિતદેવાણી અમદાવાદ કચેરીમાં હાજર થયો હતો. અમદાવાદ કચેરીમાં તેનું સ્ટેટમેન્ટ લીધા બાદ તેની સંડોવણી જણાતા ગઈકાલે મોડીરાત્રે ૧૧.૩૦ કલાકે ધરપકડ કરવામાં આવી હતી. અમિત દેવાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા આગામી મંગળવાર સુધી તેમને રિમાન્ડ પર લેવાની છૂટ આપી છે.
અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં દરોડા પાડીને મેળવેલી માહિતીને આધારે આ કૌભાંડ સુધી અધિકારીઓ પહોંચ્યા હતા. આજે ધરપકડ કરી છે. તેમણે રૃા. ૪૨.૫૩ કરોડના બોગસ બિલ બનાવ્યા હતા. તેને આધારે એક્સપોર્ટ અને એસઈઝેડના વહેવારો બતાવીને ૩૦.૮૧ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટની માગણી કરી હતી. આ માગણી પેટે તેમણે રૃા. ૨૯ કરોડની ટેક્સ ક્રેડિટ ઉપાડી પણ લીધી છે.
આ અગાઉ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતી અરફાના બાનું સાબીરહુસૈન શેખ નામની મહિલા પણ તેમાં સંડોવાયેલી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તે એક્સપિફ્ટ ઇમ્પેક્સ પ્રા.લિ.અને સિમગ્લોબર ઓવરસીઝ પ્રા.લિ.ના ડિરેક્ટરનો હોદ્દો ધરાવે છે. આ બંને કંપનીઓના વહેવારોનું મેનેજમેન્ટ અરફાનાબાનુ જ સંભાળતી હતી. સમગ્ર તયા ગુનાઈત પ્રવૃત્તિમાં તેની સક્રિય ભૂમિકા હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
આજ રીતે ગાંધીનગર નજીક સુઘડ વિસ્તારમાં રહેતા જનક બૈજુંકુમાર પંચાલ પ્રોફ્યુઝન ટ્રેડર્સ પ્રાઈવેલ લિમિટેડમાં ડિરેક્ટર તરીકે સેવા આપતા હતા. તેમ જ પંચાટ ટ્રેડલિન્કના પ્રોપરાઈટર હતા. તેઓ પણ આ કંપનીના તમામ આર્થિક વહેવારો જોતાં હતા. તેમની આ કૌભાંડમાં સક્રિય સંડોવણી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zfNaEb
via IFTTT
إرسال تعليق