અમદાવાદમાં શટલ રિક્ષાઓ બેરોકટોક રીતે ફરી રહી છે


કોરોના સંક્રમણ વચ્ચે ટ્રાફિક પોલીસની બેદરકારી

વાહન કે કારમાં જતા વ્યક્તિને રોકવામાં આવે છે પણ શટલ રિક્ષાઓ સાથે સોદાબાજી થાય છે

અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ ફરીથી ખુબ જ ચિતાજનક રીતે વધી રહ્યું છે  ત્યારે ફરજિયાત માસ્ક, સોશિયલ ડીસ્ટન્સીંગ અને સેનીટાઇઝેશન જેવા નિયમોનો કડક અમલ કરવા માટે પોલીસ વિભાગને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

પરંતુ, અતિ જોખમી કોરોના સંક્રમણ વચ્ચે પણ પોલીસે સોદેબાજી કરીને શટલ રિક્ષાઓને બેરોકટોક રીતે ફરવાનો પરવાનો આપીને કોરોના સંક્રમણને વધુ જોખમી બનાવ્યું છે. તો બીજી તરફ હપતા ન આપતા રીક્ષાચાલકોને રોકીને તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે.

કોરોના સંક્રમણ મામલે સમગ્ર ગુજરાતમાં અમદાવાદ શહેરની સિૃથતિ ખુબ જ જોખમી છે અને હવે પ્રતિદિન નોંધાતા કેસની સંખ્યાનો આંક  બે હજારને પાર ગયો છે. ત્યારે  નાઇટ કરફ્યુ સહિતના આકરા પ્રતિબંધો પણ લગાવાવામાં આવ્યા છે.

જેમાં  ઓટો રીક્ષામાં  ત્રણ પેસેન્જરથી વધારે તેમજ કેબમાં મર્યાદિત મુસાફરોને બેસાડવા સુચના આપવામાં આવી છે. જેનું કારણ આગળ ધરીને અમદાવાદ પોલીસ અનેક રીક્ષાચાલકો સામે કાર્યવાહી કરી રહી છે.

પરંતુ, આ મામલે પોલીસની  બેવડી નિતી જોવા મળી છે. સૃથાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસે શહેરમાં ફરતી શટલ રીક્ષાઓ માટે કોરોના ગાઇડલાઇનને હળવી રાખી છે. જેમા શટલ રીક્ષાના ચાલકો આડેધડ રીતે મુસાફરોને બેસાડીને નિયમોનો સરેઆમ ભંગ કરવાની સાથે કોરોના ં સંક્રમણના જોખમને વધારી રહ્યા છે.

પરંતુ, આવા  સમયે પોલીસે શટલ રીક્ષાઓ બંધ કરાવવાના બદલે હપતાની રકમ વધારીને કોરોના સંક્રમણ ફેલાવવાનો પરવાનો આપી દીધો છે. શહેરના  શ્યામલ ચાર રસ્તા પાસે માસ્ક વિના કારમા ંજતા બે વ્યક્તિઓને રોકીને પોલીસે ંદંડ માંગતા કારચાલક દંડ આપવા માટે તૈયાર થયો હતો

પરંતુ, માત્ર 10 મિનિટના  ટુંકાગાળામાં પસાર થયેલી ચાર શટલ રીક્ષાઓમાં ખીચોખીચ રીતે બેસેલા મુસાફરોને જોવા છંતાય, પોલીસે તેમને ન રોકતા કાર ચાલકે પોલીસનો ઉધડો લીધો હતો અને ઉચ્ચ પોલીસ અિધકારીને ફોન કરીને સમગ્ર બાબતે  જાણ કરતા પોલીસે તેમને પણ દંડ લીધા વિના જવા દીધા હતા.

પરંતુ, કારચાલકની અનેક રજૂઆત છંતાય,  શટલ રીક્ષાને રોકી નહોતી. હાલ શહેરના નારોલથી નરોડા, એપીએમસીથી વસ્ત્રાપુર, એસ જી હાઇવે  , ગોતા વિસ્તાર સહિત એક હજારથી વધારે શટલ રીક્ષાઓના ચાલકો પાસેથી હપતાની રકમ વધારીને ઉઘરાણી કરીને પોલીસ બેવડા ધોરણો અપનાવી રહી છે. જેના કારણે લોકોમાં ભારે રોષ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3q7ifag
via IFTTT

Post a Comment

أحدث أقدم