પૂર્વમાં કલાત્મક માંડવીઓએ મંદિરોની શોભા વધારી

અમદાવાદ,તા.07 જાન્યુઆરી 2022,શુક્રવાર

આજના આધુનિક જમાનામાં પણ ભક્તિ, શ્રદ્ધા, બાધા, માનતા  જેવા વિષય આજેય અકબંધ જળવાઇ રહ્યા છે. ગામડાઓમાં અને શહેરમાં પણ એક મોટો વર્ગ છે જે ભક્તિની શક્તિમાં માનનારો છે. કોરોના સંક્રટ ઘટે, ગામમાં સુખ-શાંતિ, સમુદ્ધી વધે તે માટે માતાજીની માંડવીઓની બાધાઓ રખાતી હોય છે. મનોકામના પૂર્ણ થતા જ માંડવીઓ વાજતે-ગાજતે માતાજીના મંદિરે ચઢાવવામાં આવે છ.હાલમાં ૂપર્વ અમદાવાદમાં આ પ્રકારના દ્રશ્યો લગભગ દૈનિક જોવા મળી જશે

માતાજીની શણગારેલી માંડવીઓનું મહત્વ ફક્ત નવરાત્રિ પુરતું સમિતિ નથી રહ્યું, કોઇએ રાખેલી બાધા પુરી થાય, મનોકામના પુર્ણ થાય ત્યારે પણ માતાજીના મંદિરે હર્ષભેર, ભક્તિપૂર્વક શણગારેલી, કલાત્મક માંડવીઓ ચઢાવવામાં આવતી હોય છે. પૂર્વ અમદાવાદમાં મોટાભાગના મંદિરો હાલ માંડવીઓથી ભરાયેલા પડયા છે જે લોકોની આસ્થાનું પ્રતિક બન્યા છે.

ગામની માતા જોગણી માતાને ખાસ કરીને માંડવી ચઢાવાય છે. ચાર જુગની માતા ગણાતી જોગણી માતા, ગામ ટોળાની માતા છે. ગામના ભાગોળે ગામની રક્ષા કરનારી આ દેવી છે. ત્યારે કોરોનાકાળમાં કોરોના ગામમાંથી દુર રહે, લોકોને સંક્રમણ ન થાય, કોરોનામાં કોઇ મરણ ન થાય, લોકોના ઘરોમાં સુખ-શાંતિ-સમુદ્ધી જળવાઇ રહે તે માટે જોગણી માતાજીની પુજા કરવામાં આવતી હોય છે.

કઠવાડા ગામના હુડકો ખાતે ગામની ભાગોળે આવેલા જોગણી માતાના મંદિરે આવી જ એક માનતાની શણગારેલી સુંદર માંડવી મંદિરે ભક્તો દ્વારા ચઢાવવામાં આવી હતી. મંદિરા પુજારીના જણાવ્યા મુજબ આ પ્રકારની સુંદર માંડવી તેઓએ કદી જોઇ નથી. માનતા પુરી થતા વાજતે-ગાજતે ઢોલનગારા વગાડતા અબીલ-ગુલાલની છોડો વચ્ચે માની આરાધના સાથે વરઘોળો નીકળે છે. આ પ્રસંગે માતાજીની પ્રસાદી પણ રખાય છે. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3F5yWXC
via IFTTT

Post a Comment

أحدث أقدم