સરકારી કાર્યક્રમમાં અધિકારીઓથી અરજદારો સુધી માસ્ક વગર જોવા મળ્યા


માંડલ તાલુકાના વનપરડી ગામે યોજાયેલા

કોરોના ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન છતાં કોઇ પગલાં લેવાયા નહીં

માંડલ : માંડલ તાલુકામાં સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે જે અંતર્ગત આજે તા.૪ના રોજ માંડલ તાલુકાના વનપરડી પ્રાથમિક શાળાના ૭મા તબક્કાનો છઠ્ઠો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

આ સેવાસેતુમાં વનપરડી, દાલોદ, કુણપુર, વાસણા, વરમોર અને વિંઝુવાડા સહિત છ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આજે માંડલના વનપરડી ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં પણ લોકોની વિવિધ ફરિયાદો સાંભળવા મળી હતી.

તાલુકાના વનપરડી ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં કેટલાક મંચસ્થ મહાનુભાવોએ માસ્ક વગર જ જોવા મળ્યાં હતાં. આ કાર્યક્રમમાં ના તો કોઈ જગ્યાએ સેનીટાઈઝેશન કરવામાં આવ્યું કે તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવા કે સામાજિક અંતરનું પાલન કરવાનું સુચન કરાયું નહોતું. બીજી બાજુ દરેક ટેબલો ઉપર અરજદારોની ભીડ પણ જોવા મળી હતી અને કોરોનાની ત્રીજી લહેરને રીતસરનું આમંત્રણ આપવામાં આવી રહ્યું હતું. જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યાં છે. તેવા સમયે સરકારી કાર્યક્રમોમાં ઉમટતી ભીડ પર નિયંત્રણ મેળવવું જરૂરી છે. કોરોના ગાઇડલાઇના પાલન જેમની જવાબદારી છે તે અધિકારીઓ જ અને સત્તાધિશો પણ જો નિયમોનું પાલન નહીં કરે તો સામન્ય નાગરિકો પણ તેનું ઉલ્લંઘન કરશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3EWEROO
via IFTTT

Post a Comment

أحدث أقدم