વાઇબ્રન્ટ ગુજરાત પ્રિઇવેન્ટમાં માંડલ-બેચરાજી સરની બાદબાકી


ધોલેરા સ્માર્ટ સીટીમાં રોકાણ લાવવા તંત્રના ઉધામા

માંડલમાં મુડી રોકાણ ક્યારે આવશે : લોકોમાં ચર્ચાતો સવાલ

માંડલ : ગુજરાતમાં સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રીજન (એસ.આઈ.આર.) માટે ધોલેરા અને માંડલ-બેચરાજી આ બે ઝોનને જાહેર કરવામાં આવ્યાં છે. જોકે માંડલ તાલુકાના વિઠલાપુર ગામમાં બાઇક અને હાંસલપુર ખાતે કાર બનાવતી કપંનીઓના બે મોટાં પ્લાન્ટ સ્થપાયા છે પરંતુ આ બે કંપનીઓથી માંડલ મથક અને તાલુકાના કેટલાંક ગામોને હજુપણ કોઈ લાભ કે ફાયદો થયો નથી.

માંડલ તાલુકો આખો સરમાં સમાવિષ્ટ કરાયો છે અને તેમાં વરમોર, વિંઝુવાડા, દાલોદ, મીઠાપુર, શેર અને સ્થાનિક માંડલનો સમાવેશ છે પરંતુ આ ગામોમાં હજુ સુધી એકપણ કંપનીઓ આવી નથી જેથી લઈ અહીં રોજગારી માટેનો પ્રશ્ન યથવાત છે. ત્યારે ગાંધીનગર ખાતે ૮મી જાન્યુઆરીએ સરમાં મુડી રોકાણ આકર્ષવા માટે પ્રિ ઈવેન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમીનારના ઉદ્દઘાટન પ્રસંગે મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે તેમજ કેન્દ્રિયમંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે.

રાજ્યમાં ધોલેરા સ્માર્ટ સીટીમાં મૂડીરોકાણ માટે વિવિધ કંપનીઓ સાથે સમજૂતિ કરારો થવાના છે પણ માંડલ-બેચરાજી સર વિસ્તારને આ સેમિનારમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો નથી. હજુ માંડલ વરમોર રોડ, વિંઝુવાડા રોડ તેમજ દસાડા રોડ ઉપર અનેક ઔદ્યોગિક કંપનીઓ આવવાની છે અને જે કંપનીઓ માટે ઉદ્યોગોકંપનીઓ સાથે એમ.ઓ.યુ પણ થવાના છે પરંતુ ક્યારે થશે અને વધુ કંપનીઓ ક્યારે આવશે તેના માટે સરકારનું કોઈ સ્પષ્ટ વલણ નથી. જેના કારણે માંડલ તાલુકામાં હજુ પણ રોજગારીનો અભાવ છે. જોકે લોકોનું કહેવું છે કે આ ૮મી તરીખે યોજાનાર સેમિનારમાં માંડલ-બેચરાજી સરનો પણ સમાવેશ કરવો જોઇએ.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3HAnqVP
via IFTTT

Post a Comment

أحدث أقدم