વડોદરા,વડોદરા થી વાસદ આવતા રોડ પર નંદેસરી બ્રિજ પાસે વાહનની અડફેટે અજાણ્યા રાહદરીનું મોત થયું છે.જે અંગે નંદેસરી પોલીસે ગુનો દાખલ કરી વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.
વાઘોડિયારોડ વૈકુંઠ સોસાયટીમાં રહેતો શુભમ રાજેશભાઇ તિવારી ગોરવામાં આવેલી ક્રોન્ટ્રકોસેઅ સોલ્યુશન નામની કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે.ગત તા.૧૯ મી ડિસેમ્બરે તે ઘરે હતો.તે દરમિયાન તેના પર કોલ આવ્યો હતો કે,તમારા પિતાનું અકસ્માત થયું છે.તમે તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં આવી જાવ.જેથી,તે હોસ્પિટલમાં ગયો હતો.ત્યાં ગયા પછી જાણ થઇ હતી કે,તેના પિતા રાજેશભાઇ રામશિરોમણી તિવારી (ઉ.વ.૪૫) આજવાચોકડી પાસે આવેલા ભાઇકાકા પાર્ટીપ્લોટમાં સિક્યુરિટી જવાન તરીકે નોકરી કરે છે.રાતે દોઢ વાગ્યે તેઓ સાયકલ લઇને ઘરે પરત આવતા હતા.તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા તેઓને માથાની ડાબી બાજુએ ઇજા થઇ હતી.અને તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે તા.૨૧ મી ડિસેમ્બરે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ગઇકાલે તેઓનું સારવાર દરમિયાન મોત થયું છે.બાપોદ પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં દોડકા ગામમાં રહેતા સુથારવાળા ફળિયામાં રહેતા કિશોરસિંહ લક્ષ્મણસિંહ ટાંટોડ રિક્ષા ડ્રાયવિંગ કરે છે.ગત તા.૩ જી એ તે વાસદથી નંદેસરી ચોકડી તરફ આવતો હતો.તે દરમિયાન વડોદરા થી વાસદ આવતા સમયે નંદેસરી બ્રિજ પહેલા અજાણ્યા વાહને એક રાહદરીને ટક્કર મારતા તેનું મોત નિપજ્યું હતું.અને વાહનચાલક સ્થળ પરથી ભાગી છૂટયો હતો.નંદેસરી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી મૃતક અને અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pRSQkE
via IFTTT
إرسال تعليق