વિરમગામમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 114 રીલ ઝડપાયા


ત્રણ યુવક સામે ફરિયાદ

વાલીયા ચોક વિસ્તારમાંથી ૮૯ અને હીરાપુરા ગામ પાસેથી ૨૫ રીલ કબજે કરાયા

વિરમગામ : વિરમગામમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું બેરોકટોક વેચાણ થઇ રહ્યું છે ત્યારે શહેરના વાલીયા ચોક વિસ્તારમાં મકાનમાંથી ૮૯ અને હીરાપુરા ગામ પાસેથી ૨૫ ચાઇનીઝ દોરીના રીલ પોલીસે કબજે કર્યા હતા અને રૂા. ૬૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ત્રણ સામે પોલીસે ફરિયાદ નોંધાવી છે.

ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચવા ઉપર પ્રતિબંધ હોવા છતાં કેટલાક વહેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં ચોરી છુપીથી ચાઈનીઝ દોરી વેચતા હોવાનું જાણવા મળે છે. વિરમગામ ટાઉન પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે વિરમગામ શહેરના વાલીયા ચોક વિસ્તારમાં રહેણાંકના મકાનમાંથી ચાઇનીઝ દોરીના ૮૯ રીલ અને મોટા હીરાપુરા ગામ પાસેથી ૨૫ રીલ ઝડપી પાડયા હતા અને કુલ રૂા. ૬૦,૨૦૦ના મુદ્દામાલ સાથે (૧) કુલદીપ ગુપ્તા રહે. વાલીયા ચોક (૨) વૈભવ પટેલ (૩) નીહિર પટેલ રહે. મોટાહીરાપુરા સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3G2nSvH
via IFTTT

Post a Comment

أحدث أقدم