
ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી
વાદળછાયા વાતવરણ વચ્ચે તાલુકામાં હાડ થિજવતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા
માંડલ : માંડલ તાલુકામાં આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળો ગોરંભાતા ખેડૂતોમાં દોડધામ મચી ગઇ હતી અને હવામાન વિભાગે ત્રણ દિવસથી કમોસમી વરસાદની આગાહી કરી છે.
જિલ્લાના અનેક વિસ્તારોમાં છેલ્લાં પંદરેક દિવસથી ભરશિયાળે કમોસમી માવઠાં પડી રહ્યાં છે એક સપ્તાહ પહેલાં માંડલ તાલુકામાં પણ માવઠું થયું હતું અને ફરી એકવાર ગુજરાતમાં આજથી હવામાન વિભાગે આગાહી કરી છે આજથી આગામી ચાર પાંચ દિવસ ફરી રાજ્યમાં માવઠું અને ઠંડી પડવાની છે ત્યારે આજે અમદાવાદ જિલ્લામાં અનેક તાલુકા સેન્ટરો ઉપર હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. માંડલમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસ પડી હતી અને દિવસભર વાતાવરણ ઠંડુ રહેતાં સાંજે ૩ વાગ્યા બાદ ઠંડો પવન ફુંકાયો હતો અને ઠંડીની શરૂઆત થઈ હતી અને રાત્રીએ ભયંકર હાડ થીજવતી ઠંડી પડી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zvpf3z
via IFTTT
إرسال تعليق