ધોળકામાં વિરોધ પ્રદર્શન કરનાર આપના કાર્યકરોની અટકાયત


હેડ કલાર્કની ભરતીમાં ગેરરિતીનો મામલો 

ધોળકા ટાઉન પોલીસ દ્વારા શહેર પ્રમુખ સહિત સાત કાર્યકરોની અટકાત કરવામાં આવી

બગોદરા : અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે કલિકુંડ સર્કલ પાસે આજે સવારે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ધોળકા ટાઉન પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.

હેડ ક્લાર્કની ભરતી પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિનાં વિરોધમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કરાયેલા દેખાવો બાદ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો સામે પોલીસે  ગુનો નોંધી જેલ હવાલે કરતા તેના વિરોધમાં આજે ધોળકાના કલિકુંડ સર્કલ પાસે સવારનાં ૧૦ વાગે  ઉપવાસ પર બેસવાનું આયોજન કરવામાં આવેલ હતું.  સવારે ૧૧ વાગે ઓપના કાર્યકરો કલિકુંડ સર્કલ પર આવી નીચે બેસી ગયાં હતાં અને સૂત્રોચાર કરતાં હતાં. દરમિયાન પોલીસ દ્વારા ધોળકા શહેર આપના પ્રમુખ સહિતના અન્ય હોદ્દેદારો સહિત સાતની અટકાયત કરી ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Fvo0U7
via IFTTT

Post a Comment

Previous Post Next Post