સરકારી ખરીદીમાં ચાઇનીઝ કંપનીઓ ભાગ લઇ શકશે નહિ, ભારત સાથે જમીનથી જોડાયેલા દરેક દેશને લાગુ પડશે

ચીન સાથે સરહદ વિવાદને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા માટે મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત, ચીન સહિત ભારત સાથે જમીનથી જોડાયેલા દેશોની કંપનીઓ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સીધી અથવા પરોક્ષ રીતે જોડાયેલી સરકારી ખરીદી માટે બોલી લગાવી શકશે નહીં. નાણાં મંત્રાલયે આ સંદર્ભે એક વિગતવાર આદેશ કર્યો છે.

માત્ર નોંધાયેલી કંપનીઓ જ બોલી લગાવી શકાશે
નાણાં મંત્રાલયના આદેશ અનુસાર, આ દેશોમાંથી કોઈ પણ બિડર ખરીદીની પ્રક્રિયામાં બોલી લગાવી શકશે, પરંતુ આ માટે તેણે સંબંધિત વિભાગમાં નોંધણી કરાવવી આવશ્યક છે. નોંધણી માટે સંબંધિત વિભાગ દ્વારા એક કમિટી બનાવવામાં આવશે. બોલી લગાવવા માટે કંપનીઓએ વિદેશ અને ગૃહ મંત્રાલય પાસેથી રાજકીય અને સુરક્ષા મંજૂરી મેળવવી આવશ્યક છે.

બધા રાજ્યોને આ આદેશ લાગુ થશે
આ હુકમ જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓ, સ્વાયત સંસ્થાઓ, કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો અને જાહેર ખાનગી ભાગીદારી પ્રોજેક્ટ્સ, સરકાર અથવા તેના ઉપક્રમોમાંથી નાણાંકીય સહાય મેળવતા એકમોને લાગુ પડશે. આદેશમાં જણાવાયું છે કે, રાજ્યની સરકારો પણ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાજ્ય સરકારો અને રાજ્યના ઉપક્રમો વગેરે વતી રાજ્ય સરકારની ખરીદી માટેના આ આદેશના અમલ માટે ભારતના બંધારણની કલમ 257(1)ની જોગવાઈઓ લાગુ કરવા સરકારે રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે.

31 ડિસેમ્બર સુધી તબીબી પુરવઠો ખરીદવા પર છૂટ મળશે
આ આદેશ અંતર્ગત, કોરોનાની સ્થિતિને જોતા તબીબી પુરવઠાની ખરીદી સહિત અમુક માર્યાદિત બાબતોને 31 ડિસેમ્બર સુધી છુટછાટ આપવામાં આવી છે. એક અલગ આદેશ દ્વારા, જે દેશોને સરકાર લાઈન ઓફ ક્રેડિટ આપે છે અથવા વિકાસ સહાય પૂરી પાડે છે તે દેશોને મુક્તિ આપવામાં આવી છે. તે દેશોને અગાઉ નોંધણીની જરૂર રહેશે નહીં. નવી જોગવાઈઓ તમામ નવા ટેન્ડર માટે લાગુ થશે. પહેલેથી આમંત્રિત ટેન્ડરોના સંદર્ભમાં, જો યોગ્યતાના મૂલ્યાંકનનો પહેલો તબક્કો પૂરો થયો નથી, તો નોંધણી વગરના બિડરને નવા ઓર્ડર હેઠળ લાયક ગણવામાં આવશે નહીં. આ ઓર્ડર ખાનગી ખરીદીમાં લાગુ પડશે નહી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Chinese companies will not be allowed to participate in government procurement, which will apply to every country connected to India by land


from Divya Bhaskar https://ift.tt/3f0pSpP
via IFTTT

Post a Comment

Previous Post Next Post