કાપડ બજારમાં ફ્રોડ કરનારાની ગેન્ગ સક્રિય, માર્કેટના સેક્રેટરીના૧૪ કરોડ ડૂબ્યા


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર

અમદાવાદના કાપડ બજારના વેપારીઓ સાથે ફ્રોડ કરનારી ગેન્ગ સક્રિય છેે. આ ગેન્ગ પ્રોસેસ હાઉસ ભાડેથી ચલાવવા માટે લઈને મોટી રકમના ગ્રેની ખરીદી કરે છે. તેમાંથી કાપડ તૈયાર કરે છે. આરંભમાં રોકડેથી મોટી રકમના પેમેન્ટ કર્યા બાદ વેપારીઓનો વિશ્વાસ જીતી લઈને ત્યારબાદ તેની સાથે મોટી રકમનો માલ લઈને ફરાર થઈ જાયછ ે. અમદાવાદના કાપડ બજારના જ સેક્ટેરી સાથે ફ્રોડ થયો છે. તેમની પાસેથી રૃા. ૧૪.૯૫ કરોડથી વધુ રકમનો માલ પડાવીને પાર્ટી ફરાર થઈ ગઈ હોવાની ફરિયાદ મસ્કતી કાપડ મહાજનમાં કરવામાં આવી છે. કાપડ બજારમાં અત્યારે રૃા. ૭૫ કરોડથી વધુના થયેલા ફ્રોડના કેસોમાં તપાસ ચાલી રહી છે. મસ્કતી કાપડ મહાજનને ફ્રો કરનારી પાર્ટીઓના નામ અને સરનામા આપીને તેમની સામે એફઆઈઆર દાખલ કરાવવા વિનંતી કરવામાં આવી છે. સનસાઈન ક્રિયેશન, સાંઈનાથ ઇમ્પેક્સ, સનરાઈઝ ઇમ્પેક્સ, વિમલનાથ એન્ટરપ્રાઈસ, ક્વોલિટી ફેબ્રિક્સ જેવી પાર્ટીઓ આ ફ્રોડમાં સંકળાયેલી હોવાની ફરિયાદ તેમને આપવામાં આવી હોવાનું સતત આઠમાં વરસે ન્યુક્લોથ માર્કેટના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયેલા ગૌરાંગ ભગતનું કહેવું છે. આ પાર્ટીઓએઐ મળીને અમદાવાદના કાપડ બજારની એક જ પાર્ટીના રૃા. ૧૪ કરોડથી વધુ ડૂબાડયા છે. તેમની પાસે ઉઘરાણીે કરવા જાય તો તેઓ પૈસા પણ આપતા નથી કે કોઈ જવાબ પણ આપતા નથી. પરિણામે મસ્કતી કાપડ મહાજને ગુજરાતના ગૃહ ખાતાનો આ બાબતમાં યોગ્ય પગલાં લેવા માટે સંપર્ક કરવા માંડયો છે. 

મુંબઈ-અંધેરી, સુરત અમદાવાદ, બેન્ગ્લોર અને અન્ય વિસ્તારોમાં આ પાર્ટીઓ ફ્રોડ કરવા માટ ેસક્રિય હોવાનું કાપડ મહાજનના સૂત્રોનું કહેવું છે. તેઓ આ શહેરોમાં તેમની ઑફિસ ખોલી દે છે. તેમને તક જણાય તો પ્રોસેસ હાઉસ પણ ભાડેથી રાખી લે છે. ત્યારબાદ ગ્રે કાપડની ખરીદીથી શરૃઆત કરે છે. આરંભમાં તેના તમામ પેમેન્ટ રોકડેથી કરે છે. બે ચાર વાર રોકડેથી પેમેન્ટ કરીને વેપારીનો વિશ્વાસ જીતી લીધા બાદ મોટી રકમનું ગ્રે ખરીદીને વેપારીને નવડાવી નાખવાની મોડસ ઓપરેન્ડી તેઓ અપનાવતા આવ્યા છે. 

ન્યુક્લોથ માર્કેટ સિવાયની માર્કેટના વેપારીઓ સાથે ગેન્ગના સભ્યોએ મોટી છેતરપિંડી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ગેન્ગના એક સભ્ય સામે તો અગાઉ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ ચૂકેલી છે. તેની પોલીસે ધરપકડ પણ કરેલી છે. તદુપરાંત બે વેપારીઓ સાથે રૃા.૧.૨૫ કરોડની છેતરપિંડી થઈ હોવાના કિસ્સાને લગતી ફરિયાદ પણ મહાજનને કરવામાં આવી છે. મહાજન ગુજરાતના ગૃહ ખાતાના સંપર્કમાં રહીને ક્રાઈમ બ્રાન્ચ અને એસઆઈટીના અધિકારીઓ મારફતે ફ્રોડ કરનારાઓ સામે પગલાં લેવડાવતું હોવાથી વેપારીઓ પહેલા તેમની સમક્ષ જ ફરિયાદ કરે છે. મહાજન સક્ષમ આ પ્રકારની ૮૦૦થી વધુ ફરિયાદો આવી ચૂકી છે. એસઆઈટીના અધિકારીઓએ આ કેસોમા ંતપાસ ચાલુ કરી દીધી છે. તેમને તેમના શહેરમાં જઈને અમદાવાદ સુધી પકડી આપવાની કામગીરી એસઆઈટી કરી રહી છે. 

આ ફરિયાદોમાં ફ્રોડ કરનારાઓના નામ આપવામાં આવેલા છે. આ તમામ ફ્રોડ કરનારાઓના નામની જાહેરાત આગામી અઠવાડિયાઓમાં મસ્કતી કાપડ મહાજન તમામ બજારના વેપારીઓમાં સરક્યુલેટ કરીન ેતેમને ફ્રોડ કરનારાઓથી ચેતતા રહેવાની સૂચના આપવાનું આયોજન કરી રહ્યા છે. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32igmhT
via IFTTT

Post a Comment

Previous Post Next Post