
શહેરના ધમધમતા વિસ્તારની ચોંકાવનારી ઘટના
ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફુટેજને આધારે પોલીસે તપાસ શરૂ કરી
અમદાવાદ : અમદાવાદમાં સતત વાહનોની અવરજવરથી પાલડી વિસ્તારમાં ધમધમતો રહે છે. તેવામાં પાલડી નારાયણનગરમાં રહેતા એક યુવકને બુધવારે બપોરના સમયે ત્રણ જેટલા અજાણ્યા યુવકોએ છરી બતાવીને મારીને નાખવાની ધમકી આપીને તેના મોબાઇલમાંથી ગુગલ પે થી રૂપિયા ૧૦ હજાર પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવીને લૂંટ ચલાવી હોવાની ચોંકાવનારી ફરિયાદ એલીસબ્રીજ પોલીસ મથકે નોંધવામાં આવી છે.
શહેરના નારાયણનગર રોડ પાલડી ખાતે આવેલા ફૈઝાન એપાર્ટમેન્ટમાં રહેતા મહોંમદનવાઝ સિપાહી એલ ડી એન્જીનીયરીંગ કોેલેજમાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેમના મોટાભાઇ સાથે રહે છે. ગત બુધવારે બપોરના સમયે તે પ્રિતમનગરના ઢાળ પાસે સિધૃધગીરી ફ્લેટ પાસે સ્કુટર ઉભી રાખીને તે મોબાઇલ મેસેજ તપાસી રહ્યો હતો.
તે સમયે એક્ સ્કુટર પર ત્રણ અજાણ્યા લોકો આવ્યા હતા અને તે પૈકી એક વ્યક્તિ મહોંમદનવાઝ ના સ્કુટરની સીટ પર બેસી ગયો હતો જ્યારે અન્ય બેયુવકોએ તેને ઘેરી લીધો હતો. બાદમાં પાછળ બેઠેલા યુવકે છરી કમર પર મુકીને મારી નાખવાની ધમકી આપીને કહ્યુ હતું કે તારા એકાઉન્ટમાં કેટલા રૂપિયા છે? તે ટ્રાન્સફર કરી દે,
જેથી મહોંમદનવાઝ ે ગભરાઇને ગુગલ પેથી તેના એકાઉન્ટમાંથી રૂપિયા છ હજાર એક નંબર ટ્રાન્સફર કરી દીધો હતા. બાદમાં તેની પાસેથી વધારાના નાણાં માંગતા તેણે તેના અન્ય એક મિત્રની પાસેથી ચાર હજાર મંગાવ્યા હતા. તે પણ અજાણ્યા લોકોએ અન્ય એક ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ ત્રણેય જણા ધમકી આપીને નાસીગયા હતા.
આ બનાવ બાદ ગભરાઇ ગયેલો મહોંમદનવાઝ ઘરે ગયો હતો અને તેના ભાઇને સમગ્ર ઘટના અંગે જાણ કરતા આ અંગે એલિસબ્રીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જો કે ધોળા દિવસે બનેલી લૂંટની અલગ જ મોડ્સ ઓપરેન્ડી ધરાવતી ઘટનાને લઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે આ વિસ્તારના સીસીટીવી અને ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ શરૂ કરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3H8FGWa
via IFTTT
Post a Comment