અમદાવાદ,શુક્રવાર
શાહપુરમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપીને યુવક રાજસ્થાન ભગાડી ગયો હતો અને તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું, એટલું જ નહી આરોપીના માસીના દિકરાએ પણ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવકે લગ્નનો ઇન્કાર કરતાં ન્યાય માટે યુવતીએ પોલીસ કમિશનર કચેરી પાસે દવી પીધી હતી. આ બનાવ અંગે માધુપુરા પોલીસે બે આરોપી સામે ગુનો નાંેેધી વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારે લગ્નનો ઇન્કાર કરતાં યુવક ભગાડીને રાજસ્થાન લઇ ગયો અમદાવાદ આવીને મકાનમાં યુવતીને એકલી મૂકી યુવક ક્યાંક ભાગી ગયો ઃ માધુપુરા પોલીસે ગુનો નોંધ્યો
આ કેસની વિગત એવી છે કે શાહપુરમાં રહેતી યુવતીએ કાલુપુરમાં રહેતા રશીદશા સૈયદ અને સજ્જુ શેખ સામે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે રશીદશા સાથે યુવતીને પ્રેમ સબંધ થયો હતો. લગ્ન માટે પરિવારના સભ્યો તૈયાર ન હોવાથી યુવક યુવતીને ભગાડીને રાજસ્થાન લઇ ગયો હતો. જ્યાં લગ્નની લાલચ આપીને યુવતી સાથે શારિરીક સબંધ બોધ્યો હતો. ચાર દિવસ બાદ અમ દાવાદ આવ્યા બાદ એક મકાનમાં યુવતીન રાખી હતી આ સબંધની જાણ તેના માસીના દિકરાને થતા તેણે પણ બ્લેકમેઇલ કરીને ધમકાવીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આરોપી લગ્નનો ઇન્કાર કરીને યુવતીને એકલી મૂકીને નાસી ગયો હતો જેથી મનમાં લાગી આવતાં ન્યાય માટે તાજેતરમાં યુવતીએ પોલીસ કમિશનર પાસે ફીનાઇલ પીને આત્મહત્યાની કોશિષ કરી હતી, હાલમાં યુવતી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે માધુપુરા પોલીસે બે આરોપી સામે ગુનો નોંધીને તેઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3JfGw5o
via IFTTT
Post a Comment