અમદાવાદ,સોમવાર
અમદાવાદમાં વાહન અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે, નવા નરોડામાં રહેતા પિતા-પુત્ર બાઇક બેસીને પ્રેમ દરવાજા પાસેથી પસાર થતા હતા. આ સમયે બાઇક ડિવાઇડર સાથે અથડાતાં પિતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
નવા નરોડા રહેતા પિતા -પુત્ર બાઇક ઉપર બેસીને પ્રસંગમાં ગયા હતા ઇદગાહ પાસે અકસ્માત થતા સારવાર દરમિયાન પિતા નું મોત નીપજ્યું
આ કેસની વિગત એવી છે કે નવા નરોડા વિસ્તારમાં પાશ્વૅનાથ ટાઉનશીપ , કૃષ્ણનગર ખાતે સૃષ્ટી સોસાયટીમાં રહેતા રમેશભાઇ વેકરીયા અને તેમનો પુત્ર હર્ષકુમાર શાહીબાગ ડફનાળા ખાતે પ્રસંગમાં જવાનું હોવાથી ગઇકાલે સાંજે બાઇક લઇને ગયા હતા, દરમિયાન પ્રેમ દરવાજા થી ઇદગાહ તરફ જઇ રહ્યા હતા આ સમયે બાઇકના સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં બાઇક ડિવાઇડર સાથે અથડાયું હતું જેના કારણે પિતા-પુત્ર જમીન પર પડયા હતા.
પિતાને માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તબિયત વધારે લથડતાં વધુ સારવાર માટે નરોડા ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક એેલ,ડિવિઝન પોલીસે પુત્ર સામે ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3GH468Z
via IFTTT
إرسال تعليق