અમદાવાદ,સોમવાર
બેદરકરીથી વાહન ચલાવાના કારણે અકસ્માતે મોતના બનાવો વધી રહ્યા છે, ગોમતીપુરમાં રહેતો યુવક બાઇક લઇને સિવિલ પાસે બેન્કના કામે જઇને ઘરે પરત ફરતો હતો, રસ્તામાં બાઇક ડિવાઇડર સાથે અથડાતાં પતિ-પત્ની અને બાળક ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું,જ્યારે દંપતિ હાલ સારવાર હેઠળ છે.
ગોમતીપુરમાં રહેતું દંપતિ સિવિલમાં સારવાર હેઠળ પત્નીએ પતિ સામે અકસ્માતની ફરિયાદ નોંધાવી
આ કેસની વિગત એવી છે કે ગોમતીપુરમાં પાણીની ટાંકી પાસે કોઠાવાળાની ચાલીમાં રહેતા ભાવીનીબહેન પ્રવીણભાઇ રાઠોડ (ઉ.વ.૨૩)એ ટ્રાફિક એફ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ પ્રવીણભાઇ પ્રેમજીભાઇ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૧૦ના રોજ પતિ અને પત્ની બાળક સાથે બાઇક ઉપર બેસીને સિવિલ પાસે આવેલી બેન્કના કામે ગયા હતા બેન્કનું કામ પતાવીને ઘરે જતા હતા આ સમયે પૂર ઝડપે બાઇક હંકારતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા બીપીન કોમ્પલેક્સ ત્રણ રસ્તા આગળ રાગીણી માતાના મંદિર સામે આવેલા ડિવાઇડર સાથે ત્યારબાદ થાંભલા સાથે બાઇક અથડાયું હતું.
જેથી પતિ-પત્ની અને બાળકને ગંભીર ઇજાઓ થઈ હતી જેને લઇને ત્રણેયને સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા બાળકને માથામાં ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે પતિ અને પત્ની હાલ સિવિલમાં સારવાર હેઠળ છે, ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3IYndxt
via IFTTT
إرسال تعليق