
કોલેજ-કાઉન્સિલો વચ્ચે
મંજૂરીના અભાવે અનેક ગ્રેજ્યુએટનું રજિસ્ટ્રેશન ન થતા એલ.જે.કોલેજ ખાતે દેખાવો-તાળાબંધી
અમદાવાદ : કોલેજ અને કાઉન્સિલો વચ્ચે ફાર્મસી ભણી ચુકેલા અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાયુ છે.બેઠકોની મંજૂરી ન મળતા આ બેઠકો પરના વિદ્યાર્થીઓને ફાર્મસી કાઉન્સિલ દ્વારા લાયન્સ અપાતુ નથી .જેથી આ મુદ્દે આજે એલ.જે ફાર્મસી કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ એબીવીપીના નેજા હેઠળ ભારે હોબાળો મચાવ્યો હતો. ફાર્મસીમાં એઆઈસીટીઈ અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા બંને સેન્ટ્રલ રેગ્યુલેટરી સંસ્થાઓ નિયમન માટે કાર્યરત છે.
ફાર્મસી કોલેજમાં બેઠકોની મંજૂરી એઆઈસીટીઈ ઉપરાંત ફાર્મસી કાઉન્સિલ પણ આપે છે અને એઆઈસીટીઈની મંજૂરી હોય પરંતુ કાર્મસી કાઉન્સિલની મંજૂરી ન હોય તો પ્રવેશ થઈ શકતો નથી.એલ.જે ફાર્મસી કોલેજોમાં મંજૂર થયેલી બેઠકો કરતા વધુ બેઠકો પ્રવેશને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલે છે અને અગાઉ કોર્ટ કેસો પણ થઈ ચુક્યા છે.
2016થી2020 સુધી એલ.જે કોલેજમાં બી.ફાર્મ કરી ચુકેલા ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ પાસ થઈ ગયા બાદ પણ હજુ સુધી સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન થઈ શકતુ નથી અને કામ કરવા માટેનુ લાયસન્સ મળતુ નથી. આ મુદ્દે વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે કોલેજ દ્વારા બે વર્ષથી ધક્કા ખવડાવામા આવે છે.100 બેઠકોની મંજૂરી સામે 180 બેઠકો પર પ્રવેશ આપી દેવાયો હતો. વિદ્યાર્થીઓએ ચાર લાખ રૂપિયા ફી ભરી છે .
કોલેજની ગેરરીતિનો ભોગ વિદ્યાર્થીઓ બન્યા છે.જ્યારે કોલેજ મેનેજમેન્ટનું કહેવુ છે કે એઆઈસીટીઈના નિયમ મુજબ એડમિશન અપાયા છે. અગાઉ એઆઈસીટીઈ અને પીસીઆઈ બંને રેગ્યુલેટરી સંસ્થાઓ હતી. સુપ્રિમ કોર્ટે પણ ફાર્મસી કાઉન્સિલને વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન માટે આદેશ કર્યો છે.અમે ફાર્મસી કાઉન્સિલને લેટર લખ્યો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pX5SMr
via IFTTT
إرسال تعليق