અમદાવાદ,સોમવાર
શાહીબાગ વિસ્તારમાં મહિલાના ઘરની સામે યુવક કેમેરા લગાડતો હતો, જેથી મહિલાએ કેમ મારા ઘરની સામે કેમેરા લગાડો છો તેમ કહેતા ઉશ્કેરાઇને યુવકને મહિલા ઉપર હુમલો કર્યો હતો. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તકરાર કરવાની ના પાડતા ઉશ્કેરાઇને યુવકે લાકડીથી માર મારતા વિધવા મહિલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
શાહીબાગ વિસ્તારમાં કોન્ટોમેન્ટ બંગલા પાસે સર્વન્ટ ક્વાટર્સમાં રહેતા જયદીપ સુનીલભાઇ સોનવણે પોતાના ઘરે કેમેરા લગાડતા હતા. જેથી ગઇકાલે બપોરે ઘરની સામે રહેતી વિધવા મહિલાએ યુવક ને બોલાવીને તેમના ઘર સામે કેમ કેમેરા લગાડો છો તેમ કહેતા યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને તકરાર કરવા લાગ્યો હતો.
મહિલાએ તકરાર કરવાની ના પાડતાં યુવક ગોળો બોલીને ક્યાંકથી લાકડી લઇને આવ્યો હતો અને મહિલાને માર મારવા લાગ્યો હતો. મહિલાને બરડાના ભાગે લાકડીઓ મારી હોવાથી ગંભીર ઇજા થઇ હતી. બુમાબામ થતાં
મહિલાને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી આ બનાવ અંગે શાહીબાગ પોલીસે યુવક સામે ગુનો નોંધીને તેના ઘરે લગાડેલી સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે તપાસ કરીને ફરાર આરોપીને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Ff7zv6
via IFTTT
Post a Comment