અમદાવાદ,સોમવાર
બાપુનગર પોલીસે ચોક્કસ બાતમી આધારે હીરાવાડી પાસે એક મકાનમાં દરોડા પાડીને નિવૃત્ત આર્મીમેનના ઘરમાંથી વિદેશી દારુનો જથ્થો પકડી પાડયો હતો, પોલીસ તપાસમાં બે નિવૃત્ત આર્મી જવાન દર મહિને આર્મી લિકર પરમીટ ક્વોટામાંથી બોટલો લાવીને લોકોને વેચતા હતા.
હીરાવાડી પાસે શિલ્પ રેસિડેન્સીમાં દરોડો પાડતા ટિપોઈના ખાના તથા કબાટમાંથી ૧૧૭ બોટલો દારુની મળી ઃ દર મહિને આર્મી લિકર પરમીટ ક્વોટામાંથી બોટલો લાવીને વેચતા હતા
આ કેસની વિગત એવી છે કે બાપુનગર હીરાવાડી પાસે આવેલી શિલ્પ રેસિડેન્સીમાં રહેતા અચલારામ શેરારામ ચૌૈધરી તથા મેઘાણીનગરમાં નેતાજી નગર પાસે ગુ.હા. બોર્ડના મકાનમાં રહેતા નિવૃત્ત આર્મીમેન પ્રહલાદભાઇ ધમજીભાઇ પરમાર તથા સરદાનગરમાં પેટ્રોલ પંપ સામે ગલીમાં રહેતા રાજેશભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે પોલીસે ખાનગી બાતમી આધારે શિલ્પ રેસિડેન્સીમાં અચલારામ ચૌધરીના ઘરે દરોડો પાડયો હતો તેમના ઘરમાં બેઠક રૃમમાં રાખેલી ટિપોઇના ખાના તથા લાકડાની કબાટમાંથી વિદેશી દારુની ૧૧૩ નંગ બોટલો અને તથા ૪ નંગ બિયરની કુલરૃા. ૮૮,૫૦૦ પકડી પાડયો હતો. પોલીસે તેમની પાસેથી રોકડ રૃા. ૧૩,૪૦૦ સહિત કુલ ૧.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કરીને તેમની સામે ગુનો નોધ્યો હતો.
પોલીસ તપાસમાં અચલારામ ચૌઘરી ૨૦૦૭ આર્મીમાંથી નિવૃત્ત થયા હતા, તેઆને દર મહિને આર્મી લિકર પરમીટ ક્વોટામાંથી ૬ બોટલો મળતી હતી.જ્યારે મેઘાણીનગરમાં નેતાજી નગર પાસે ગુ.હા. બોર્ડના મકાનમાં રહેતા નિવૃત્ત આર્મીમેન પ્રહલાદભાઇ ધમજીભાઇ પરમારને પણ દર મહિને આર્મી લિકર પરમીટ ક્વોટામાંથી ૫ બોટલો મળતી હતી. આ વિદેશી દારુની બોટલો લાવીને લોકોને વેચતા હતા. ૨૦૧૮માં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં તેમના ઉપર દારુનો કેશ થયો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qbQmML
via IFTTT
Post a Comment