સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોના માસિક વેતનમાં રૂ. 3 હજારનો વધારો


પ્રાથમિકમાં 10500, માધ્યમિકમાં 16500, ઉચ્ચતર માધ્યમિકમાં 16700 સુધી વેતન અપાશે 

અમદાવાદ : રાજ્યની પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિક સુધીની સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકો માટે માનદ માસિક વેતનમાં અંતે સરકારે વધારો કર્યો છે. હવે પ્રવાસી શિક્ષકને 3 હજારના વધારા સાથે માનદ માસિક વેતન ચુકવાશે. આ નવા વેતન માળખા મુજબ  પ્રાથમિક શિક્ષણમાં પ્રવાસી શિક્ષકને 10500 ,માધ્યમિક શિક્ષકને 16500 અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકને 16700 રૂ. સુધીનું માસિકન માનદ વેતન અપાશે.

શિક્ષણ વિભાગ દ્વારા આજે તાસદીઠ માનત વેતનથી શિક્ષણ કાર્ય કરવા અંગેનો ઠરાવ કરી સત્તાવાર રીતે  નવુ વેતનમાળખુ જાહેર કરવામા આવ્યુ છે. જે અંતર્ગત હવે પ્રાથમિક સ્કૂલોમાં તાસદીઠ માનદ વેતન 85 રૂ. માધ્યમિક શિક્ષણમાં 135 રૂ. અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં રૂ.140 આપવામા આવશે.

મહત્તમ દૈનિક તાસ છ રહેશે અને મહત્તમ દૈનિક માનદ વેતન હવે પ્રાથમિકમાં 510, માધ્યમિકમાં 810 અને ઉચ્ચતર માધ્યમિકમાં 840 રૂ. ચુકવાશે. આ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ કરીને  નિયમિત શિક્ષકોથી જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી  તાસદીઠ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરાવવા અંગેની પ્રવાસી શિક્ષક યોજનાની મુદત આ વર્ષના અંત સુધી એટલે કે 2021-22નું વર્ષ  પૂરૂં ન થાય ત્યાં સુધી લંબાવવામા આવી છે.

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં ધો.1થી8માં તેમજ માધ્યમિક સ્કૂલોમાં ધો.9 અને 10માં તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ધો.11 અને 12માં શિક્ષકોની ઘટને પુરી કરવા અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે હંગામી ધોરણે પ્રવાસી શિક્ષકોની યોજના સરકારે અમલામા મુકી છે.જે અંતર્ગત વિવિધ જિલ્લામાં ડીઈઓ-ડીપીઓ દ્વારા સ્કૂલોને હંગામી ધોરણે જરૂરિયાત મુજબ પ્રવાસી શિક્ષકો ભરવાની મંજૂરી અપાય છે.

આ પ્રવાસી શિક્ષકોનુ માસિક વેતન વધારવા માટે સંચાલક મંડળથી માંડી શિક્ષકો દ્વારા અનેક રજૂઆતો સરકારને કરવામા આવી હતી અને તાજેતરમાં સરકારે પણ જાહેરાત કરી હતી કે પ્રવાસી શિક્ષકોના માનદ વેતનમાં વધારો કરવામા આવશે.જો કે જાહેરાત મુજબ શિક્ષકોને માનદ વેતન અપાયુ નથી પરંતુ માસિક ત્રણ હજાર રૂપિયાનો વધારો કરવામા આવ્યો છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pdTeJS
via IFTTT

Post a Comment

Previous Post Next Post