
શહેરમાં ડાન્સપાર્ટીઓને મંજૂરી નથી
વહેલી સવાર સુધી 50 ચેકિંગ પોઈન્ટ ઉપર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ ઉપરાંત કરફ્યૂની કડક અમલવારી
અમદાવાદ : આવતા શુક્રવારે તા. 31ની રાતે ન્યૂ યરની ઉજવણી કોરોનાના નાઈટ કરફ્યૂ વચ્ચે થવાની છે. રાત્રી કરફ્યૂ હોવા છતાં તા. 31ની રાતે શહેરમાં 13000 પોલીસ અને 13 ડીસીપી સહિતનો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. સતત બીજા વર્ષે કોરોનાના કારણે અંગ્રેજી નવા વર્ષની ઉજવણી ફીક્કી રહેવાની છે. કોરોનાના કારણે આ વર્ષે પણ રાતે 12 વાગ્યાથી નાઈટ કરફ્યૂ અમલમાં છે.
આ કારણે શહેરમાં ડાન્સ પાર્ટીઓને પોલીસે મંજુરી આપી નથી. રાત્રી કરફ્યૂના કારણે સીજી રોડ, એસજી હાઈવે, સિન્ધુ ભવન રોડ સહિતના વિસ્તારોમાં રાતે સર્જાતો મેળા જેવો માહોલ આ વર્ષે જોવા નહીં મળે. ક્રાઈમ બ્રાન્ચના વડા પ્રેમવીરસિંઘે આજે જણાવ્યુંહતું કે, તા. 31ની રાતે 11 વાગ્યાથી રાત્રી કરફ્યૂનો કડક અમલ કરાવવામાં આવશે. શહેરમં 13 ડીસીપી સહિત કુલ 13000 પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
રાત્રે 8 વાગ્યાથી જ શહેરમાં 50 નાકાબંધી પોઈન્ટ ઉભા કરીને તમામ વ્યક્તિનું ચેકીંગ કરવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસે ન્યૂ યર સંદર્ભે રાત્રી કરફ્યૂ ઉપરાંત ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ ઝૂંબેશ તો શરૂ કરી દીધી છે. તા. 31ની રાતે નશો કરીને નીકળતાં લોકો પર પોલીસ કડક કાર્યવાહી કરશે.
પોલીસની ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ ઝૂંબેશ વહેલી સવાર સુધી ચાલુ રખાશે. ન્યૂ યર પાર્ટી ઉપર પ્રતિબંધ છે ત્યારે ખાનગી રીતે સોસાયટીઓ, એપાર્ટમેન્ટોમાં પણ લોકોને ખલેલ પહોંચે તે રીતે પાર્ટી યોજાશે અને કોરોનાના નિયમોનો ભંગ થતો જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3za8cEe
via IFTTT
Post a Comment