શાહીબાગમાં ભર બપોરે પેસેન્જરનું ખિસ્સુ કાપી રૃા. 1.20 લાખ લઇ રિક્ષા ચાલક ફરાર

અમદાવાદ,મંગળવાર

અમદાવાદમાં શટલ રિક્ષામાં પેસેન્જરોને બેસાડીને તેમના કિંમતી માલ સામાનની ચોરીના બનાવો વધી રહ્યા છે, શાહીબાગ વિસ્તારમાં વેપારીનું ખિસ્સું કાપીને રૃા. ૧.૨૦ લાખ રોકડ લઇને રિક્ષા ચાલક સહિત  ચાર આરોપીઓ ભાગી ગયા હતા.

વેપારી કાલુપુરથી  રિક્ષામાં બેસીને આરટીઅઓ જતા હતા ઃ તમે અહિયા ઉતરો બીજા  પેસેન્જર  ઉતારી આવું કહી આરોપીઓ ભાગી ગયા

આ કેસની વિગત એવી છે કે મૂળ મધ્ય પ્રદેશના વતની અને સુભાષબ્રિજ આર.ટી.ઓ. પાસે  ધમાકા  સેલ નામથી ગરમ કપડાંનો વ્યવાસય કરતા રોડીલાલ સેવાજી બંજારાએ શાહીબાગપોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિત ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે, વેપારી કાલુપુર રેવડી બજાર ખાતેથી રોકડ રૃા.૧.૨૦ લાખ લઇને તેમના બે મિત્રો સાથે શટલ રિક્ષામાં બેસીને  ગઇકાલે બપોરે  ૧ વાગે આર.ટી.ઓ તરફ જતા હતા.

રિક્ષામાં અગાઉથી બીજા ત્રણ શખ્સો બેઠેલા હતા જેથી ફરિયાદીએ શખ્સના પગ ઉપર બેઠા હતા રિક્ષા ડફનાળાથી સરદાર પટેલ સ્મારક તરફ આવી રહી હતી આ સમયે આગલ પોલીસ હશે તો મારે દંડ ભરવો પડશે કહીને ફરિયાદીને બે મિત્રોને સરદાર પટેલ સ્મારક પાસે ઉતારી દીધા હતા અને રિક્ષા સિવિલ તરફ હંકારી મુકીને શનિદેવ મંદિર પાસે ફરિયાદીને ઉતારી દીધા બાદ બીજા પેસેન્જરોને  રાજસ્થાન હોસ્પિટલ ઉતારીને આવું કહીને રિક્ષા ચાલક ગયો હતો એક કલાક સુધી રિક્ષા  આવી ન હતી બીજીતરફ ં વેપારીએ ખિસ્સામાં હાથ નાંખતા ખબર પડીને તેમનું ખિસ્સુ કાપેલું હતું અને રોકડ રૃા. ૧.૨૦ લાખ કાઢી લઇને આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ  અંગે શાહીબાગ પોલીસે ચોરીનો  ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qywfZj
via IFTTT

Post a Comment

Previous Post Next Post