ધોળકા-બાવળા-બગોદરા પંથકમાં કમોસમી વરસાદ


ખુલ્લામાં મુકેલી ડાંગર પલળી ગઈ

જીરૂ, ઘઉં, ઇસબગુલ, ગુલાબ, શાકભાજીમાં નુકસાન

બગોદરા : રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી ને લઇ અમદાવાદ જીલ્લામાં પણ કમોસમી વરસાદ પડયો હતો જેમાં બાવળા-ધોળકા-બગોદરા પંથકમાં મોડી સાંજથી ધીમીધારે વરસાદ પડયો હતો અને બપોર સુધી વરસાદ પડતા ખેડૂત વર્ગમાં ચીંતાનું મોજું ફરી વળ્યું હતું જેમાં રવિ પાક જીરૂ, ઘઉં, ચણા, ઇસબગુલ, શાકભાજી, ગુલાબ વગેરે પોકામાં નુકસાન થવાની ભીતી ખેડૂતોમાં થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. 

બીજી બાજુ ડાંગરનો પાક કરેલ ખેડૂતોએ ડાંગરના ઢગલા ખેતર, વાડામાં રાખેલા હોય તે પણ પલળી ગયા હતા જેમાં સીમેજ ગામના ખેડૂત દાયમા મહિપતસિંહએ જણાવ્યું તું કે મે ડાંગરનો પાક કર્યો હતો અને તેની લણણી કરી માર્કેટમાં વેચવા જતાં ભાવ પૂરતો ન મળતા મે વેચી ન હતી અને ગામની ખુલ્લી જગ્યામાં મે ડાંગર સુકવવા અને સંગ્રહ કરવા રાખી હતી. ૧૫૦૦ પંદરસો મણ જેટલી ડાંગર હોવાથી ઘરે સંગ્રહ કરવા જગ્યા ન હોવાથી ભારે કમોસમી વરસાદ પડવાથી મારી ડાંગર પલળી ગઇ હતી. આમ એક બાજુ માર્કેટમાં ભાવ પૂરતા મળતા નથી બીજી બાજુ કમોસમી વરસાદથી નુકસાન થઇ રહ્યું છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sFMTcd
via IFTTT

Post a Comment

Previous Post Next Post