ઓઢવમાં ઓફિસમાં ઘૂસી વેપારીને મારમારી ચાકૂની અણીએ રૃા 3200ની લૂંટ ચલાવી

અમદાવાદ,મંગળવાર

પૂર્વ વિસ્તારમાં ચોરી, લૂંટફાટ,ખંડણી હત્યા સહિતના ગંભીર પ્રકારના બનાવો વધતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસી રહી છે, ઓઢવમાં સિંગરવા ખાતે આવેલી ફાઇનાન્સની ઓફિસમાં ઘૂસીને વેપારીને માર મારીને રૃા. ૩૨૦૦ની લૂંટ ચલાવીને ચાર આરોપીઓ નાસી ગયા હતા.

જો તું ઓફિસ ખોલીશ તો જાનથી મારી નાખીશું કહીને  ફાઇનાન્સની ઓફિસમાં ધસી આવીને ટેબલના ખાનામાંથી રૃપિયાની લૂંટ ચલાવી ચાર શખ્સો બિન્દાસ્ત જતા રહ્યા

આ કેસની વિગત એવી છે કે રામોલ વસ્ત્રાલમાં તક્ષશિલા સ્કૂલ પાસે ઉમિયાનગરમાં રહેતા અને ઓઢવ સિંગરવા ખાતે પશુપતિ મંદિર પાસે એકતા એન્ટરપ્રાઇઝ ના નામથી ફાઇનાન્સનો વ્યવસાય કરતા સત્યવીરસિંહ ઉમેદસિંહ તોમરે ઓઢવ પોલીસ સ્ટેશનમાં જિગ્નેશ ઉર્ફે મોન્ટુ નેપાલી રાજપુત તથા સુરેશ ગોસ્વામી સહિત ચાર શખ્સોે સામે ફરિયાદ  નાંેધાવી છે કે  આજે સવારે ૧૧.૩૦ વાગે ફરિયાદી ઓફિસે હાજર હતા આ સમયે ચાર શખ્સોએ આવીને ગાળો બોલીને ચાકુ બતાવીને ધમકી આપી હતી.

જો તું ઓફિસ ખોલીશ તો જાનથી મારી નાંખીશું તેમ કહીને ઓફિસના ટેબલના ખાનામાંથી રોકડા રૃા. ૩૨૦૦ની લૂંટ ચલાવી હતી. વેપારીએ તેમો મારા રૃપિયા કેમ લઇ જાઓ છો કહેતા ચારેય શખ્સોેએ વેપારીને માર મારીને પૈસા લઇને ભાગી ગયા હતા. આ બનાવ અંગે ઓઢવ પોલીસેે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3FBTKat
via IFTTT

Post a Comment

Previous Post Next Post