
ઓનલાઈન વેરિફાઈ ન થતાં ભોપાળું ખૂલ્યું
ગાંધીનગર સુધી તપાસ કરાવ્યા બાદ સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની તાકીદથી પોલીસ ફરિયાદ
અમદાવાદ : બોપલમાં ખરીદાયેલા એક ફ્લેટનો દસ્તાવેજ કરવાની કાર્યવાહી કરવામાં આવી ત્યારે બોગસ ઈ-સ્ટેમ્પ રજૂ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. સોલા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
ગોતા મહેસુલ ભવનની બાજુમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરી (અમદાવાદ 9- બોપલ)માં બનાવટી ઈ-સ્ટેમ્પ રજૂ કરાયાની ફરિયાદ સોલા પોલીસમાં નોંધાવાઈ છે. આરોપી તરીકે ભરૂચના ધુ્રવાંગ ચીદમ્બર મહેતા, રાણીપના રાહુલ જયસ્વાલ અને મનોજ એમ. પટેલના નામ અપાયાં છે.
પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, ગોતા સિૃથત સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોપલના કાર્યક્ષેત્રમાં આવતા ગામોના સૃથાવર અને જંગમ મિલકતોના દસ્તાવેજોની નોંધણી કરવામાં આવે છે. તા. 30 સપ્ટેમ્બરે બોપલમાં આવેલી પલાશ રેસીડન્સીના ફ્લેટનો દસ્તાવેજ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી.
42 લાખમાં ફલેટ ખરીદનાર, વેચનાર સહિતની વિગતો, સાક્ષી વગેરે સાથે 205800ની કિંમતનો ઈ-સ્ટેમ્પ રજૂ કરવામાં આવ્યો હતો. દસ્તાવેજ ઓનલાઈન ડેટા એન્ટ્રી માટે અપાયો હતો. કાર્યવાહી દરમિયાન ઈ-સ્ટેમ્પ ઓનલાઈન વેરીફાઈ થયો નહોતો. આ બાબતે એડવોકેટને ફન કરતાં તેણે ઈ-સ્ટેમ્પ નોટરી મનોજ પટેલને ત્યાંથી ખરીદ્યાની વાત કરી હતી.
આ ઈ-સ્ટેમ્પ તપાસાર્થે ગાંધીનગર કચેરીને મોકલાયો હતો. બાદમાં, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ઈ-સ્ટેમ્પ બાબતે ફરિયાદ દાખલ કરવા ઓનલાઈન અરજી કરાઈ હતી. નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડયુટીએ આ સ્ટેમ્પ બોગ હોવાનું અને ઈ-સ્ટેમ્પ લાઈસન્સ હોલ્ડર દ્વારા બોગસ, ખોટું ઈ-સ્ટેમ્પિંગ સર્ટીફિકેટ તૈયાર કરી ગુના હીત કૃત્ય કરાયા અંગે બોપલના ઈન્ચાર્જ સબ રજીસ્ટ્રાર મીનાબહેન પ્રજાપતિએ સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30ZRxGh
via IFTTT
إرسال تعليق