
દિલ્હીમાં રહેતા ભેજાબાજની કરતૂત
ખેડા જિલ્લામાં રહેતા નિવૃત અધિકારી સાથે છેતરપિંડી થઇ અમદાવાદ ગ્રામ્ય સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ
અમદાવાદ : ખેડા જિલ્લાના કપડવંજમાં રહેતા એક નિવૃત અધિકારીનો સીબીલ સ્કોર સતત કથળી રહ્યો હોવાનું કહીને એચડીએફસી બેંકના અધિકારીના નામે કોલ કરીને એક ગઠીયાએ આબાદ રીતે રૂપિયા 18 લાખની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ અમદાવાદ ગ્રામ્ય સાયબર પોલીસ મથક નોંધવામાં આવી છે. બેંકના અધિકારીના નામે કોલ કરીને છેતરપીડીં કરવાની મોડ્સ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ખેડા જિલ્લાના કપડવંજ ખાતે રહેતા 63 વર્ષીય બળદેવભાઇ પટેલ નિવૃત જીવન પસાર કરે છે. તેમણે એચડીએફસી બેંકમાં લોન લીધી હતી તેમજ વીમાની પોલીસી પણ લીધી હતી. જેમાં કેટલાંક નાણાં ભરવાના બાકી હતા. તેમને એક દિલ્હીથી રમેશ ત્રિપાઠી નામના વ્યક્તિના ેકોલ આવ્યો હતો. જેણે પોતાની ઓળખ દિલ્હીની એચડીએફસી બેંકના મેનેજર તરીકે આપી હતી.
તેણે કહ્યું હતું કે તમારે પોલીસી અને લોનના હપતા બાકી છે અને જો નહી ભરો તો સીબીલ ખરાબ થશે. જેથી ભવિષ્યમાં તમને કોઇ લોન નહી મળે.બાદમાં અલગ અલગ એકાઉન્ટ નંબર મોકલીને દોઢ માસમાં અંદાજે રૂપિયા 10 .14 લાખની રકમ મંગાવી હતી. જેની સામે તેણે પોલીસીનું પ્રિમિયમ અને લોનના હપતા ચુકવી દેવાયાના દસ્તાવેજો મોકલી આપ્યા હતા.
પરંતું ફરીથી કોલ કરીને જણાવ્યુંહતું કે હજુ તમારો સીબીલ સ્કોર સારો નથી માટે હવે એચડીએફસીમાં નહી પણ આઇસીઆઇસીઆઇ બેંકમાં એકાઉન્ટ ખોલાવીને નાણાં જમા કરાવીને એચડીએફસી બેકમાં નાણાં ટ્રાન્સફર કરીશુ તો સીબીલ અપડેટ થશે.જેથી બળદેવભાઇએ વિશ્વાસ કરીને આઇસીઆઇસીઆઇ બેંકમાં એકાઉન્ટ ખોલાવીને આઠ લાખની રકમ જમા કરાવી હતી. બાદમાં રમેશ ત્રિપાઠીએ ડેબીટ કાર્ડ પીન નંબર સાથે દિલ્હી મંગાવ્યું હતું.
તેમજ સીબીલ સ્કોર અપડેટ થયો હોવાનું જણાવીને આઠ લાખ એચડીએફસીમાં ટ્રાન્સફર કરીને દેશે તેવો વિશ્વાસ ઉભો કર્યો હતો. પરંતુ, થોડા દિવસ પહેલા એચડીએફસી બેંકમાંથી લોનના બાકી હપતા ચુકવવા માટે રીકવરીની નોટીસ આવતા બળદેવભાઇને શંકા ગઇ હતી અને આઇસીઆઇસીઆઇ બેંકમાં તપાસ કરતા માલૂમ પડયું હતું કે ગઠિયાએ રૂપિયા 7.95 લાખની અલગ અલગ સમયે એટીએમમાંથી ઉપાડી લીધા હતા. આ અગે તેમણે અમદાવાદ ગ્રામ્ય સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
સી-બિલ સ્કોર શુ છે?
આરબીઆઇની ગાઇડલાઇન મુજબ સીબીલ સ્કોર લોન મેળવવા માટે ખુબ જ મહત્વનો હોય છે. જેમાં કોઇ વ્યક્તિ નિયમિત રીતે લોન કે અન્ય ચુકવણી કરે તો સીબીલ સ્કોર ઉંચો રહે છે. જેના આધારે અન્ય લોન પણ મળી શકે છે. પંરંતુ, લોનના હપતા , કે કાર્ડના પેેમેન્ટમાં અનિયમિતતા હોય તો સીબીલ સ્કોર નીચો જાય છે. જેથી અન્ય લોન મળતી નથી. સામાન્ય રીતે સીબીલ સ્કોર 750 થી 900 વચ્ચે હોય તો તે યોગ્ય ગણાય છે. જ્યારે 500 થી 750 નો સ્કોર મધ્યમ અને 500થી નીચેનો સ્કોર ખુબ જોખમી ગણાય છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CWURiz
via IFTTT
إرسال تعليق