સામાન પાછળ નવ લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ


હરિયાણાથી દારૂની હેરાફેરી ક્રાઈમ બ્રાન્ચે પકડી

રાજસ્થાન, વડોદરાના બૂટલેગરે હરિયાણાના બે બુટલેગરો પાસે દારૂનો જથ્થો મગાવ્યો હતો 

અમદાવાદ : પૂંઠાના બોક્સમાં ભરેલા સામાનની પાછળ છૂપાવીને લવાતો નવ લાખની કિંમતનો દારૂ - બિયરનો જથ્થો ભરેલી ટ્રક ક્રાઈમ બ્રાન્ચે પકડી છે. હરિયાણા, રાજસ્થાન અને વડોદરાના બૂટલેગરોનું નેટવર્ક ધ્વસ્ત કરવા ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

દારૂ ભરેલી ટ્રક આવી રહી હોવાની બાતમીથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે લાંભા ટર્નિંગ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ટ્રક આવતાં તેને અટકાવીને તપાસ કરવામાં આવતાં દારૂની 2796 બોટલ તેમજ બિયરના 888 ટીન મળી આવ્યાં હતા.

9.10 લાખની કિંમતના દારૂ- બિયર ઉપરાંત કન્ટેનર કબજે કરવામાં આવ્યા હતા.  દારૂ-બિયરનો જથૃથો પૂંઠાના બોક્સ, રેક્ઝીનના રોલ વચ્ચે છૂપાવવામાં આવ્યો હતો. પોલીસને જોઈ ટ્રકનો ચાલક પપ્પુ નાસી છૂટયો હતો. દારૂનો જથૃથો હરિયાણાના ભુપેન્દ્ર જાટ અને ધર્મેન્દ્ર પ્રસાદે ભરી આપ્યો હતો.

ડ્રાઈવર પપ્પુએ અમદાવાદ પહોંચીને રાજસૃથાનના અશોક રૂપાજી પ્રજાપતિ અને વડોદરાના નાગદાન પ્રભુદાન ગઢવીનો સંપર્ક કરવાનો હતો અને બન્ને કહે ત્યાં જથૃથો પહોંચાડવાનો હતો. યુ.પી.નો ડ્રાઈવર પપ્પુ નાસી છૂટયો છે પરંતુ હરપાલ રામકીશોર ગડરિયા ઝડપાઈ ગયો છે. કુલ 25.55 લાખનો મુદ્દામાલ કબજે કરી ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.

કારંજ પોલીસે સીટી સેસન્સ કોર્ટ પાસે જાદવ બિલ્ડીગના બીજા માળેથી દારૂ પકડી પાડયો છે. રાયખડમાં રહેતા જય કહારે જાદવ ભૂવનમાં અક્ષય જાદવના મકાનમાં દારૂ સંતાડયો હોવાની માહિતીથી ઝોન-2 ડીસીપી સ્કવોડે દરોડો પાડયો હતો. પોલીસે બે કોથળામાં ભરીને મુકેલી વિદેશી દારૂની 42 બોટલ કબજે કરી છે. અક્ષય અશોકભાઈ જાદવને ઝડપી લઈ દારૂનો જથૃથો લાવનાર જય કહારને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nVG7fQ
via IFTTT

Post a Comment

أحدث أقدم