
- માંડલ તાલુકામાં કરવામાં આવેલી કામગીરી
- મામલતદાર કચેરી દ્વારા ટૂંકા ગાળામાં કામગીરી કરીને સરકારી સૂચના અનુસાર ચૂકવણી કરાઈ
કોરોના મહામારી વર્ષ- ૨૦૧૯/૨૦ દરમ્યાન જે લોકોના રજીસ્ટર્ડ કરેલા કોરોના રીપોર્ટ પોઝિટિવ આવેલા છે અને તેઓનું હોસ્પિટલ સારવાર દરમ્યાન કોવિડ-૧૯ ના કારણથી મૃત્યુ થયું છે તેમના વારસદારોને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૫૦હજાર જેટલી રકમ સહાય પેટે ચુકવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત અમદાવાદ જિલ્લા કલેકટર અને વિરમગામ પ્રાંત અધિકારીની સૂચના અને માર્ગદર્શન નીચે માંડલ તાલુકામાં પ્રથમ ત્રણ ફોર્મ મંજુર કરવા કામગીરી સોંપાઈ હતી. તા.૨૫ના રોજ મામલતદાર કચેરીમાં કોરોના સહાયના ફોર્મ અને પરિપત્ર આવતાં મામલતદાર, નાયબ મામલતદાર તથા કર્મચારીઓ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી.
કોરોના મૃતકોના વારસદારોને મામલતદાર કચેરીમાં બોલાવીને કોવિડ પોઝિટિવ રીપોર્ટ, મૃત્યુ પ્રમાણપત્ર, વારસદારોના આધારકાર્ડ, બેંક પાસબુક સહિતના દસ્તાવેજો જોઈ-ચકાસી ફોર્મ ભરવામાં આવ્યા હતાં. જે ફોર્મને ઉપરોકત કચેરીએ મોકલી અપાયાં હતાં અને ૨૪ કલાકમાં જ તે ત્રણેય વારસદારોને ચુકવવાની થતી ૫૦-૫૦ હજારના ત્રણ ચેક ટ્રેઝરીમાં થી સીધા અરજદારના બેંક ખાતામાં આવી ગયાં છે. માંડલના બે અને સીતાપુર ગામના એક પરિવારને આ સહાય મળી ગઈ હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/311IMeS
via IFTTT
Post a Comment