બોડકદેવ, સિન્ધુ ભવન રોડ પર અકસ્માતે યુવકનું મૃત્યુ, વૃધ્ધાને ઈજા


પશ્ચિમ વિસ્તારમાં અકસ્માત સતત વધી રહ્યાં છે

શાંતિપુરામાં મિક્સર રિવર્સમાં લેતાં પાર્કિંગ હેલ્પરને કચડી નાંખ્યો : ટેમ્પો પલટી જતાં સેલ્સમેનનું મૃત્યુ

અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં અકસ્માત સતત વધી રહ્યાં છે. બોડકદેવમાં વૃધ્ધાને ટક્કર મારી કાર નાસી છૂટી હતી. જ્યારે, સિન્ધુ ભવન રોડ ઉપર કારે સર્જેલા હીટ એન્ડ રનમાં એક્ટિવાચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. સિનૃધુ ભવન રોડ ઉપર ગ્રીન ફિલ્ડ બંગલોઝની પાછળ એક્ટિવાને ટક્કર મારી કાર પલાયન થઈ હતી.

હિટ એન્ડ રનમાં એક્ટિવાચાલકનું મૃત્યુ નિપજતાં પોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી છે. ગુલબાઈ ટેકરા પાસે બીડીવાલા હાઉસમાં રહેતા અને ખાનગી કંપનીમાં માર્કેટિંગ હેડ તરીકે કાર્યરત જીજ્ઞોશભાઈ મહેશભાઈ મહેતા (ઉ.વ. 40)ને ટકક્રર મારીને કાર નાસી છૂટી હતી.

લાડ સોસાયટી રોડ ઉપર ભાવી એપાર્ટમેન્ટમાં રહેતા 78 વર્ષના ભારતીબહેન હસમુખલાલ ભટ્ટ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. મંદિરે દર્શન કરીને ચાલતા પરત ફરી રહેલાં ભારતીબહેનને લાડ સોસાયટીની ગલીમાં ચાર રસ્તા પર પૂરઝડપે આવેલી કાર ટક્કર મારી હતી. એકલા રહેતા વૃધૃધા ભારતીબહેનના થાપાનો બોલ તૂટી ગયો હતો.

અકસ્માત સર્જી નાસી ગયેલા કારચાલકની એ ડીવિઝન ટ્રાફિક પોલીસે શોધખોળ શરૂ કરી છે. એસપી રીંગ રોડ ઉપર શાંતિપુરા ખાતે હિન્દુસ્તાન આર એમ સી પ્લાન્ટમાં બેદરકારીથી મિક્સર રિવર્સમાં ચલાવીને ટ્રકની પાછળ ઉભેલા પાર્કિંગ હેલ્પર દાદુલાલસિંહ બબોલસિંહ ગોડ (ઉ.વ. 28) નામના શ્રમિકનું મૃત્યુ નિપજાવ્યું હતું.

ટ્રાફિક એ ડીવિઝન પોલીસે ટ્રક ચાલક બંશબહાદુરસિંહ સામે કાર્યવાહી હાથ ધરી છે. ચામુંડા બ્રીજ ઉતરતા ચમનપુરા સર્કલ તરફ જતાં લોડીંગ રિક્ષા રોડના ડિવાઈડર સાથે આૃથડાઈ હતી. આ અકસ્માતમાં શાસ્ત્રીનગરમાં જલારામ સેલ્સમાં સેલ્સમેન, લોડીંગ રિક્ષાના ચાલક જીતેન્દ્રભાઈ પોપટભાઈ શાહ (ઉ.વ. 52, રહે. કાર્તિક સ્વામી સોસાયટી, શાહપુર દરવાજા) બહારનું મૃત્યુ નિપજ્યું હતું.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CYKNG1
via IFTTT

Post a Comment

Previous Post Next Post