કેનાલમાં ન્હાવા પડેલા 2 બાળક ડૂબ્યાં, 1નું મોત


- ચાંગોદર પાસે હાઇવ પર આવેલી 

- ડૂબી રહેલા બાળકોમાંથી એકને બચાવી લેવામાં આવ્યું : બનાવથી પંથકમાં માતમ છવાયું

બગોદરા : અમદાવાદ-બાવળા હાઇવે પર ચાંગોદર પાસે આવેલી એક કેનાલમાં બે બાળકો નહાવા પડયા હતા. કોઇક કારણોસર આ બંને બાળકો કેનાલમાં ડૂબવા લાગ્યા હતા. જેમાંથી એક બાળકનું મોત નિપજ્યું હતું અને એક બાળકને બચાવી લેવામાં આવ્યું હતું.

આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદ - બાવળા હાઇવે પર આવેલા ચાગોદર પાસે કેનાલમાં બે બાળકો ન્હાવા પડયા હતા. એકાએક બંને બાળકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડુબ્યા હતા. જેમાંથી એક બાળકને કેનાલની બાજુમાં આવેલી ચાની કીટલીવાળાએ બહાર કાઢતા આબાદ બચાવ થયો હતો. જ્યારે અન્ય એક બાળક ઉડા પાણીમાં ગરકાવ થઇ જતા અમદાવાદ ફાયર ને બોલવવાની ફરજ પડી હતી. અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કલાકો બાદ ફતેખાન બબલુંખાન શેખને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. મૃત બાળકને પી.એમ. માટે  સાંણદ આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યો હતો. બાળકો ડુબવાની વાત વાયુવેગે પ્રસરતા કેનાલ પર લોકોના ટોળા ઉમટયા હતા. બનાવને લઈ ચાગોદર પોલીસ ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથ ધરી હતી.

ચાની કિટલીવાળાએ એકને બચાવી લીધો

ચાંગોદર પાસે આવેલી એક કેનાલમાં નહાવા પડેલા બે બાળકો ડૂબ્યા હતા. ડૂબતા બાળકોની ચીસાચીસ સાંભળીને પાસે આવેલી એક ચાની કિટલાવાળો ત્ દોડી આવ્યો હતો અને તેમણે કેનાલમાંથી ડૂબતા બાળકોને બચાવવા પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત પછી ચાવાળા ભાઈએ આખરે એક બાળકને કેનાલના ઉંડા પાણીમાંથી બહાર ખેંચી કાઢ્યો હોવાનું જાણવા મળે છે. જોકે અન્ય બાળકને બચાવી શકાયો ન હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DZBW8r
via IFTTT

Post a Comment

Previous Post Next Post