અમદાવાદ,તા.26 નવેમ્બર 2021, શુક્રવાર
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં બાજવા સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામને લીધે તા.૨૮ નવેમ્બરના રોજ ચાર ટ્રેનોનું સંચાલન અસર પામશે.
જેમાં જામનગર-વડોદરા ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ જામનગરથી અમદાવાદ વચ્ચે દોડશે. અમદાવાદથી વડોદરા વચ્ચે રદ રહેશે. વડોદરા-જામનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ વડોદરાને બદલે અમદાવાદથી ઉપડશે. તેમજ આ ટ્રેન વડોદરા -અમદાવાદ વચ્ચે રદ રહેશે.
અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનને આણંદ, ડાકોર, ગોધરા થઇને વૈકલ્પિક રૂટે દોડાવાશે. આ ટ્રેન છાયાપુરી સ્ટેશને નહીં જાય.
તા.૨૭ નવેમ્બરે ઇન્દોરથી ઉપડતી ઇન્દોર-ગાંધીનગર શાંતિ એક્સપ્રેસ પણ ઉપરોક્ત વૈકલ્પિક રૂટેથી જ દોડાવાશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nTc7kH
via IFTTT
Post a Comment