GSTમાં 7 ટકાના વધારાનો વિરોધ ટેક્સટાઇલ-ફૂટવેર વેપારીઓ આક્રમક


રાષ્ટ્રવ્યાપી આંદોલન માટે તાકીદની મીટિંગ બોલાવી

CAITની 28 નવેમ્બર, ફિઆસ્વીની 29મીએ મિટીંગ  જો નિર્ણય નહીં બદલાય તો લડી લેવાની તૈયારી

સુરત : કેન્દ્ર સરકાર દ્વારા કાપડ અને ફૂટવેર ઉપર જીએસટી દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવાના નિર્ણયને પગલે ટેક્સટાઇલ અને ફૂટવેરના વેપારીઓના સંગઠને સી.એમ અને કોમર્સ મંત્રાલયને આવેદન પત્ર થકી 5 ટકાનો દર યથાવત રાખવાની રજૂઆત કરી છે.

કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરીથી જીએસટી દર 5 ટકાથી 12 ટકા કરવાની જાહેરાત કરી ત્યારથી ટેક્સટાઇલ હબ ગણાતા સુરતના ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટેક્સટાઇલની સાથે ફૂટવેરમાં પણ 5 ટકાથી વધારીને 12 ટકા જીએસટી કરવામાં આવ્યો હોવાથી ટેક્સટાઇલ અને ફૂટવેરના વેપારીઓ એક મંચ પર આવ્યા છે.

બંને ઉદ્યોગના અલગ-અલગ સંગઠનોએ 5 ટકાનો દર યથાવત રાખવા લડી લેવના મૂડમાં હોય તેવું જણાય રહ્યું છે. જે અંતર્ગત કૈટ (કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એસોસિએશન) દ્વારા 28મી નવેમ્બરના રોજ કાપડ અને ફૂટવેરના વેપારીઓ સાથે મિટીગનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં રાષ્ટ્રવ્યાપી આંદોલન માટેની તારીખ અને રણનિતી નક્કી કરવામાં આવશે. ત્યાર બાદ રાષ્ટ્રવ્યાહી આંદોલન માટેની તારીખ અને રણનિતી નક્કી કરવામાં આવશે. બીજી તરફ ફિઆસ્વી દ્વારા પણ 29 નવેમ્બરે આકસ્મિક કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટેક્સટાઇલ ક્ષેત્રના 40 થી 50 સંગઠનોના આગેવાનો હાજર રહેશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cOGG4K
via IFTTT

Post a Comment

Previous Post Next Post