અમદાવાદ,તા.26 નવેમ્બર 2021, શુક્રવાર
અમદાવાદમાં સરદાર બ્રિજ પર મરામતની કામગીરી હાથ ધરાઇ હોવાથી ટ્રાફિક સમસ્યાને લઇને એસ.ટી.બસોને ડાયવર્ઝન અપાયું છે. તા.૧૫ નવેમ્બરથી તા.૧૫-૧-૨૦૨૨ સુધી કુલ ૬૦ દિવસ માટે એસ.ટી.બસોને સરદાર બ્રિજને બદલે એલિસબ્રિજ અને આંબેડકરબ્રિજ પરના વૈકલ્પિક રૂટેથી દોડાવાશે.
ચાંદખેડા, રાણીપ, વાડજ તરફથી પાલડી, અમદાવાદ આવતી-જતી એસ.ટી.બસોને હવે ચાંદખેડા, રાણીપ, ઇન્કમેક્સ, નહેરૂબ્રિજ, એલિસબ્રિજ પોલીસ સ્ટેશનથી ડાબી બાજુ વાળી ગોળલીમડા, આસ્ટોડિયા થઇ દોડાવાશે.
ઇસ્કોન, નહેરૂનગર, અંજલી ચાર રસ્તા, પાલડી થઇ અમદાવાદ આવતી-જતી બસોને ઇસ્કોન, નહેરૂનગર, અંજલી ચાર રસ્તાથી સીધા આંબેડકરબ્રિજ, શાહઆલમ ટોલનાકા, ભુલાભાઇ ચાર રસ્તા થઇને દોડાવાશે.
જ્યારે સરખેજ, જુહાપુરા, આનંદનગર, વાસણા, અંજલી ચાર રસ્તા, પાલડી થઇને ગીતામંદિર આવતી-જતી બસોને વાસણા અંજલી ચાર રસ્તાથી સીધા આંબેડકરબ્રિજ, શાહઆલમ ટોલનાકા, ભુલાબાઇ ચાર રસ્તા થઇને દોડાવવામાં આવશે.
આ અંગે એસ.ટી.નિગમના અધિકારીઓના જણાવ્યા મુજબ અમદાવાદથી સૌરાષ્ટ્ર જતી બસોને ખાસ અસર થશે તેમાં અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી રોજની ૫૫૦ બસોને વૈકલ્પિક રૂટે દોડાવવી પડશે.વૈકલ્પિક રૂટના સર્વેમાં ૨.૪૦ કિ.મી.નું અંતર વધી જાય છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3151CCe
via IFTTT
Post a Comment