
- બાવળાથી કેરાળા ગામ તરફ જવાના રસ્તે
- બે વાહનોની ટક્કરમાં એકની હાલત ગંભીર, બે શખ્સોને સામાન્ય ઇજા
અમીપુરા પાટીયા પાસે બે મોટરસાઇકલ વચ્ચે ધડાકાભેર ટક્કર થઇ હતી. જેમાં બન્ને બાઇક પર સવારો નીચે પટકાયા હતા અને ઇજાઓ પહોંચી હતી. બનાવમાં એકનું મોત નિપજ્યું હતું. મૃત્યુ પામનારને બાવળા સરકારી હોસ્પિટલ ખાતે અને બે ઈજાગ્રસ્તોને બાવળાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં બાવળા ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બે ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હતી. તેમને વધુ સારવાર માટે બાવળા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા
બનાવમાં નરેશભાઇ બાલાભાઇ ડાભી (ઉ.વ.૧૮) ને ગંભીર ઇજા થતાં તેમને વધુ સારવાર માટે ૧૦૮ મારફતે અમદાવાદ અસારવા સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે બાઈક સવાર જયેશ ભાઇ ભુરાભાઇ કો.પટેલ (ઉ.વ.૧૬), દિલીપભાઇ કાળુભાઈ મકવાણા (ઉ.વ.૩૦)ને બાવળાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. મૃતકની ઓળખ સોંડાભાઈ ઉર્ફે છનાભાઇ રેવાભાઇ ડાભી (ઉ.વ.૬૦) તરીકે કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં કેરાળા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cSMrye
via IFTTT
Post a Comment