બગોદરા-વટામણ હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માતમાં 1 જ પરિવારના 3નાં મોત


- રાયપૂર ગામ પાસે રોગ સાઈડમાં આવેલા ટ્રકે કારને ટક્કર મારી

- લીંબડીના પરિવારને બોરસદ છોકરી જોઇ પરત આવતા અકસ્માત નડયો : જેના માટે છોકરી જોવા ગયા હતા તે દિકરાનું મોત થયું

બગોદરા : અમદાવાદ જિલ્લાના બગોદરા-વટામણ હાઇવે પર શનિવારે મોડી રાત્રે રાયપુર ગામ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત થતાં અરેરાટી વ્યાપી છે. લીંબડીનો પરિવાર દિકરા માટે છોકરી જોવા બોરસદ ગયો હતો. કાર રોંગ સાઇડમાં પૂરઝડપે આવેલી આવી રહેલી આઇશર ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં પરિવારના બે સભ્યોનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે જે દિકરા માટે છોકરી જોવા ગયા હતા તેનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું.

અમદાવાદ જિલ્લાના હાઇવે રોડ પર માર્ગ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. બગોદરા-વટામણ હાઇવે પર મોડી રાત્રે આઈસર ટ્રક અને સ્વીફ્ટ કારનો ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર નીલેશભાઈ જાદવજી સોનગરા અને નટુભાઈ મથભાઇ સાકળીયાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તથા પાર્થ દિનેશભાઇ મકવાણા, દિનેશભાઇ લક્ષમણભાઇ મકવાણા, સોનલબેન નટુભાઇ સાકળીયાઓને  ઈજા થતા હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન પાર્થ મકવાણાનું પણ મોત નીપજ્યું હતું. આમ અકસ્માતમાં કુલ ત્રણનાં મોત નીપજ્યા હતા. કાર અને ટ્રક વચ્ચેની આ ટક્કરમાં કારમાં સવાર બે લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ કોઠ પોલીસને થતા પી.એસ.આઈ પટેલ સહીતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. લાશનો કબ્જો લઈ ધોળકા આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. અકસ્માતને પહલે હાઇવે પર કલાકો સુધી ભારે ટ્રાફિકજામ સર્જાઇ ગયું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આઇસર ટ્રકનો ચાલક રોગ સાઈડમાં પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આવતો હતો ત્યારે કાર સાથે અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની વિરૂધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.  અકસ્માતને લઈ પરીવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3buOzvA
via IFTTT

Post a Comment

أحدث أقدم