
કોરોનાના કેસો ઘટતાં પ્રા.શાળાઓ ખુલે તેવો મત
દિવાળી બાદ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે તેવા રાજ્ય શિક્ષણ વિભાગના પ્રયાસો
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસો નહીવત છે ત્યારે હવે દિવાળી બાદ ધો.1થી પના વર્ગો શરૂ કરવા શિક્ષણ વિભાગે કવાયત શરૂ કરી છે. જોકે, શિક્ષણ વિભાગે આ મુદ્દે તજજ્ઞોની એક કમિટી નિમવા નક્કી કર્યુ છે. કમિટીની ભલામણ બાદ શિક્ષણ વિભાગ આ મામલે આખરી નિર્ણય કરશે.
અગાઉ કોરોનાના લીધે જ ધો.1થી પના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયુ હતું. હવે જો દિવાળી બાદ વર્ગ શરૂ કરવામાં ન આવે તો ફરીથી માસ પ્રમોશન આપવુ પડે તેમ છે. રાજ્ય શિક્ષણ વિભાગ આ વખતે માસ પ્રમોશન આપવાના મતમાં નથી. સૂત્રોના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ શાળામાં જઇ અભ્યાસ કરે તેવા શિક્ષણ વિભાગના પ્રયાસો જારી છે.
ધો. 1થી 5ના વર્ગ શરૂ કરવા કે નહીં તે મુદ્દે તજજ્ઞાોની એક કમિટી નિમવામાં આવશે. આ કમિટીની ભલામણ બાદ રાજ્ય શિક્ષણ વિભાગ નિર્ણય કરશે. જોકે, ખાનગી શાળાના સંચાલકોનુ માનવુ છેકે, કોરોનાના કેસો નહીવત છે ત્યારે વર્ગ શરૂ કરવા જ જોઇએ જેથી વિદ્યાર્થીઓ ઓનલાઇનને બદલે શાળામાં જઇને અભ્યાસ કરી શકે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3BDpE3C
via IFTTT
إرسال تعليق