
- મોઢેરા અને શંખેશ્વર જનારા યાત્રાળુઓને રાહત મળશે
- અગાઉ ગાબડાંથી વાહનચાલકોને ભારે હાલાકી થતી હતી : તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાતા હાશકારો
વિરમગામ શહેરના નિલકી ફાટક વિસ્તારમાં કરોડા રૂપિયાના ખર્ચે બનેલા બહુચરાજી ઓવરબ્રિજ ઉપર ગાબડાં આખરે યુદ્ધના ધોરણે પૂરવાની કામગીરી કરવામાં આવી હતી. વિરમગામ નગરપાલિકા પ્રમુખ ચેતન રાઠોડ અને ઉપપ્રમુખ દીપાબેન ઠક્કર દ્વારા ઓવરબ્રિજ ઉપર પડેલા ગાબડાંથી વાહનચાલકોને પડી રહેલી હાલાકીની જાણ થતાં પગલાં લેવામાં આવ્યા હતા.
તેમણે ગોળપીઠાના નાકેથી અવધ સુધીના ઓવરબ્રિજ ઉપર ડામરનો સીલકોટ કરવાની કામગીરી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. જેને કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો અને ખાસ તો બહુચરાજી, મોઢેરા અને શંખેશ્વર યાત્રાધામ જનારા યાત્રાળુઓએ રાહતનો શ્વાસ લીધો હતો. તંત્ર દ્વારા ઓવરબ્રિજ ઉપરથી રોડની બંને તરફની ધૂળ પણ હટાવીને રસ્તો ચોખ્ખો કરવાની કામગીરી હાથ ધરી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3w65L3N
via IFTTT
إرسال تعليق