
ગુજરાત યુનિવર્સિટી પાસે ગુલબાઈ ટેકરાનો બનાવ
હથિયારો સાથે મારામારી કરતા બન્ને જૂથે એક થઈ પથ્થરથી હુમલો કરતાં પોલીસકર્મીને ઈજા : 3 ફરિયાદ, 10ની ધરપકડ
અમદાવાદ : યુનિવર્સિટીના ગુલબાઈ ટેકરા વિસ્તારમા ંકૌટુંબિક વિવાદના સમાધાન માટે પંચ બેઠું હતું તેમાં વિવાદ થવાથી બે જૂથ વચ્ચે મારામારી અને ઝઘડો થયો હતો. ઝઘડા સમયે પોલીસ ટીમ પહોંચી ગઈ હતી.
પોલીસ આવતાં જ ઝઘડી રહેલા બન્ને જૂથ એક થઈ ગયા હતા અને પોલીસ ઉપર પથૃથરમારો કર્યો હતો. પથૃથરથી કરેલા હુમલામાં હેડ કોન્સ્ટેબલને ઈજા પહોંચી હતી. પોલીસ ઉપર હુમલા ઉપરાંત બન્ને જૂથની સામસામી ફરિયાદ નોંધીને કુલ 10ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પુંજાભાઈ હિરાભાઈ રાઠોડે સોનલબહેન દેવાભાઈ મકવાણા, માલાભાઈ હીરાભાઈ સોલંકી, કાનાભાઈ ગોમાભાઈ સોલંકી, રાહુલભાઈ હીરાભાઈ સોલંકી અને પ્રકાશ વાલજીભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.
એલએલબીના વિદ્યાર્થી પુંજાભાઈ રાઠોડે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેૈમના ફૂઆ ઈશ્વરભાઈને સવારે સોનલબહેન સાથે કોઈ કારણે ઝઘડો થયો હતો. બપોરે અઢી વાગ્યાના અરસામાં સોનલબહેન અને અન્ય લોકોએ આવીને પુંજાભાઈને તેમના ફૂઆને સાથે કેમ રહેવા દો છો તેમ કહીને હુમલો કર્યો હતો.
લાકડ અને ગડદા-પાટુનો માર મરાયાની ફરિયાદ નોંધી યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સામા પક્ષે માલાભાઈ હીરાભાઈ સોલંકીએ ઈશ્વરભાઈ રણછોડભાઈ પરમાર, મોહનભાઈ મોડાભાઈ રાઠોડ, જીતુભાઈ મોહનભાઈ રાઠોડ, ગોપાલભાઈ મોહનભાઈ રાઠોડ, પુંજાભાઈ હીરાભાઈ રાઠોડ અને જશોદાબહેન ઈશ્વરભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.
સામાજીક કાર્યકર માલાભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સોનલબહેન અને તેમના કાકા ઈશ્વરભાઈને કોઈ કારણસર ઝઘડો થયો હતો તેના સમાધાન માટે બપોરે પહોંચ્યા હતા. આ સમયે તમે બધા અહીં કેમ આવ્યા છો તેમ કહીને ઈશ્વરભાઈએ ધારિયાથી હુમલો કર્યો હતો. અન્ય લોકોએ લાકડીઓ અને લોખંડની પાઈપથી હુમલો કર્યાની ફરિયાદ અંગે યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી છે.
આ બન્ને જૂથ વચ્ચે ઝઘડો થયો તેની જાણ થતાં ફરજ ઉપર રહેલા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સચિનભાઈ ભગવાનભાઈ અને ટીમ સૃથળ ઉપર પહોંચ્યા હતા. બન્ને જૂથે એકઠાં થઈને હેડ કોન્સ્ટેબલ સચિનભાઈની ફરજમાં રૂકાવટ કરી પથૃથર ફેંકવાથી માથા અને હાથના ભાગે ઈજા કર્યાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસમાં નોંધાવાઈ છે.
શુક્રવારે સવારથી બપોર સુધી ગુલબાઈ ટેકરા વિસ્તારમાં બે જૂથ વચ્ચેના ગજગ્રાહથી વાતાવરણ તંગ રહ્યું હતું. પોલીસે કુલ ત્રણ ગુના નોંધી 10થી વધુ આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે, અગાઊના ઝઘડામાં સમાધાન કરવા માટે બન્ને જૂથનું પંચ મળ્યું હતું તેમાં ઝઘડો થયો હતો. જો કે, દારૂના ધંધાની પોલીસને બાતમી આપવાના મુદ્દે વિવાદ ચાલતો હોવાની ચર્ચા પોલીસમાં જ થઈ રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3A4xZME
via IFTTT
إرسال تعليق