
મહમદ ટેમ્પો અને શફી ડ્રગ્સ પછી હથિયારોના કેસમાં ઝડપાયા
સુરતની દરગાહનો વિવાદ હોવાથી અને અમદાવાદમાં અનેક ગુના નોંધાયા હોવાથી સલામતી માટે હથિયારો છૂપાવી રાખતા
અમદાવાદ : બહેરામપુરાનો નામચીન મહમદ ટેમ્પો અને તેનો ડ્રાઈવર શફી આઠ કન્ટ્રીમેઈડ પિસ્ટલ અને 62 કારતૂસ સાથે પકડાયા છે. આરોપીએ ક્રાઈમ બ્રાન્ચને એવી કેફિયત આપી છે કે, સુરતની દરગાહની જગ્યા વેચી નાંખવા પ્રયાસ કરતા ટ્રસ્ટીઓને ડરાવવા આઠ પિસ્ટલ, 62 કારતુસ વસાવીને અમદાવાદ, સુરતમાં રાખી હતી.
અગાઉ ડ્રગ્સ કેસમાં પકડાઈ ચૂકેલા મહમદ ટેમ્પો અને તેનો ડ્રાઈવર શફી હવે હિથયારોના જથૃથા સાથે પકડાયા છે. પોલીસનું કહેવું છે કે, અગણિત ગુના નોંધાયેલા છે તે મહમદ ટેમ્પો પોતાની સલામતી માટે દરેક શહેરમાં હિથયાર છૂપાવી રાખતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે જશોદાનગર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબ જ બહેરામપુરાનો રહીશ મહંમદહુસેન ઉર્ફે ટેમ્પો મુન્નાભાઈ સિદ્દીકભાઈ શેખ (ઉ.વ. 50) અને સુરતનો રહીશ સરફરાઝ ઉર્ફે શફી અમદાવાદી મોહમદભાઈ ઈબ્રાહીમભાઈ પટેલ (ઉ.વ. 39) સ્વિફ્ટ કાર લઈને નીકળ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે કારની તલાશી લેતા ત્રણ પિસ્ટલ અને બાવીસ કારતુસ મળી આવ્યા હતા. આ ઉપરાંત એક મેગઝીન પણ મળી આવ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે પ્રાથમિક પૂછપરછ કરતાં જ મહંમદ ટેમ્પોએ ધોળકા ગંજ સોહદાપીર બાવાની દરગાહ ખાતે બે પિસ્ટલ, 20 કારતુસ અને બે મેગઝીન સંતાડયા હતા તે કાઢી આપ્યા હતા. જ્યારે, સરફરાઝ શફીએ સુરત ગલી મંડી પાસે આવેલી અસરફપીર બાવાની દરગાહમાં સંતાડી રાખેલી ત્રણ પિસ્ટલ, 20 કારતુસ અને એક મેગઝીન કબજે કરાયા હતા.
આમ, બન્ને આરોપીઓ પાસેથી કાર ઉપરાંત સુરત અને અમદાવાદની દરગાહ નજીક છૂપાવેલી કુલ આઠ પિસ્ટલ અને 62 કારતુસ કબજે કરવામાં આવ્યાં છે. આ જથૃથા ઉપરાંત કાર, મોબાઈલ ફોન મળી કુલ 5.82 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
આરોપીઓની પૂછપરછમાં એવી વિગતો ખુલી છે કે, મહમદ ટેમ્પો 1986થી અત્યાર સુધીમાં ખુન, ખુનની કોશિષ, લૂંટ, ચોરી, અપહરણ, ખંડણી અને મારામારીના અનેક ગુનામાં પકડાયો છે. મહમદ ટેમ્પોને અનેક લોકો સાથે દુશ્મનાવટ થયેલી છે એટલે હિથયાર સાથે રાખતો હતો.
સુરતના મહીધરપુરામાં ગલી મંડી ખાતે આવેલી અશરફપીર બાવાની દરગાહ ખાતે તેમના ધર્મગુરૂ હતાં અને એક વર્ષ પહેલાં તેમનું અવસાન થયું છે. ધર્મગુરૂના અવસાન પછી નન્હેમીયા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે વિવાદ થયો હતો. ટ્રસ્ટીઓ ગુજરાત હાઈકોર્ટમાં કેસ મુકયો હતો તે જીતી ગયા છે. દરગાહની જગ્યા કોઈ બિલ્ડરને વેચે આૃથવા કોઈ બાંધકામ કરે ત્યારે બિલ્ડરને ડરાવવા હિથયારો લાવ્યાની કેફિયત મહમત ટેમ્પોએ આપી છે.
દોઢ વર્ષ પહેલાં રાજસૃથાનના કોટા ખાતે રહેતા વસીમ ઉર્ફે કાલુભાઈ કુરેશી નામના માણસ પાસેથી આ હિથયારો ખરીદ્યા હતા. હિથયારો અમદાવાદ - સુરતમાં અલગ, અલગ જગ્યાએ રાખતા હતા.
એક વર્ષ પહેલાં સરફરાઝ ઉર્ફે શફી અમદાવાદની સુરતમાં એમડી ડ્રગ્સના કેસમાં પકડાયો હતો. જ્યારે, ત્રણ મહિના પહેલાં ઈન્દોર શહેર ક્રાઈમ બ્રાન્ચે 70 કિલો એમડી ડ્રગ્સ પકડયું તેમાં 33 આરોપી પકડયા હતા. આ આરોપીઓએ મહંમદ ટેમ્પોને પણ ડ્રગ્સ વેચ્યું હોવાનું ખુલતાં તેનું નામ પણ આરોપી તરીકે ખુલ્યું હતું. આ કેસમાં મહંમદ ટેમ્પો ઈન્દોર પોલીસમાં વોન્ટેડ છે.
મહંમદ ટેમ્પો સામે આ 30મો અને તેના ડ્રાઈવર શફી સામે ચોથો ગુનો નોંધાયો છે. ડ્રગ્સ કેસ પછી હિથયારોના મોટા જથૃથા સાથે બન્ને આરોપી પકડાયા છે. ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. પી.બી. દેસાઈ, પીએસઆઈ આઈ.એસ. રબારી, જે. વાય. પઠાણ સહિતની ટીમે હિથયાર કેસમાં મહમદ ટેમ્પો અને શફીની સઘન પૂછપરછ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3A2anbt
via IFTTT
إرسال تعليق