
અમદાવાદના બિલ્ડર આવકવેરા ખાતાની ઝપટમાં
જમીનની લેવડદેવડમાં રૂા.230 કરોડથી વધુ બિનહિસાબી રકમ રોકી હોવાનું પકડાયું: બેનામી મિલકતનો પણ કેસ થશે
અમદાવાદ : અમદાવાદના બિલ્ડર ગુ્રપ બી-સફલ અને તેની સાથે સંકળાયેલા લેન્ડ ડીલર પ્રવીણ બવાળિયાની ઑફિસ અને રહેઠાણ સહિત 22 સ્થળો પર પાડવામાં આવેલા દરોડામાં રૂા. 500 કરોડના બિનહિસાબી વહેવારો પકડી પાડવામાં આવકવેરા ખાતાને સફળતા મળી હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જમીનની ખરીદીમાં રૂા. 200 કરોડના બિનહિસાબી નાણાં ખર્ચવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. ગુ્રપ સાથે ન સંકળાયેલી હોય તેવી વ્યક્તિઓના નામે જમીનની ખરીદી કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે. જમીનના વેચાણ થકી રૂા. 100 કરોડની રોકડની આવક કરી હોવાના પુરાવાઓ પણ હાથ લાગ્યા છે.
બી-સફલ ગુ્રપના મકાન અને ઑફિસમાંથી મળેલા દસ્તાવેજો પરથી મળેલા અંદાજ મુજબ રૂા. 200 કરોડથી વધુ રકમના બિનહિસાબી વહેવારો કર્યા હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું છે. તેમના મકાનમાંથી મળેલા દસ્તાવેજો સાથે સંકળાયેલા પક્ષકારોની પણ આવકવેરા ખાતું તપાસ કરશે. તેમના વહેવારો પણ તેમાં જડયા હોવાનું આવકવેરા ખાતાના અધિકારીઓનું કહેવું છે. સમગ્ર તયા રૂા. 500 કરોડના બિનહિસાબી વહેવારો ધ્યાનમાં આવ્યા છે.
દરોડા હેઠળ આવરી લેવાયેલા ગુ્રપ અને તેમના સાથીદારોને ત્યાંથી રૂા. 1 કરોડની રોકડ અને 98 લાખના દાગીના પણ મળી આવ્યા હતા. તેમના જુદી જુદી બૅન્કમાં આવેલા 20 લૉકરોને પણ સીલ કરવામાં આવ્યા છે.
આ લૉકર ઓપરેટ ન કરવા દેવાની સૂચના બૅન્કને આપી દેવામાં આવી છે. બી-સફલ ગુ્રપ દ્વારા કરવામાં આવેલા બિનહિસાબી વહેવારોને દર્શાવતા અંદાજે રૂા. 500 કરોડના દસ્તાવેજો મળ્યા છે. તેમાં દસ્તાવેજો, ડિજિટલ ડિવાઈઝમાં સંગ્રહી રાખવામાં આવેલી વિગતોનો પણ સમાવેશ થાય છે.
જમીન દલાલ અને પ્રોપર્ટીની લે-વેચ ઉપરાંત ભાડે આપવા લેવાના કામ કરતાં પ્રવીણ બવાળિયાને ત્યાં પાડવામાં આવેલા દરોડામાં રોકડેથી અને ચૅકથી પેમેન્ટ કરવામાં આવ્યા હોવાના દસ્તાવેજી પુરાવાઓ મળી આવ્યા છે. આ જ રીતે જમીનની ખરીદી-વેચાણમાં રૂા. 230 કરોડના રોકડના વહેવારોે થયા હોવાનું પણ બહાર આવ્યું છે.
છેલ્લા બે દરોડા દરમિયાન બિલ્ડરોએ ટ્રાન્સફર ઑફ ડેવલપમેન્ટ રાઈટને નામે રોકડાના અબજોના વહેવાર કર્યા હતા. બી-સફલ પણ તેમાં સંડોવાયેલું હોવાનું જણાય છે. સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ બી સફલગુ્રપને ટીડીઆરના વહેવારો માટે 18 ટકાના દરે જીએસટી ભરવા માટે કારણદર્શક નોટિસ આપી હતી. તેની સાથે જ ડીમાન્ડની નોટિસ પણ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3B7c9cH
via IFTTT
إرسال تعليق