
આ વર્ષે મોટા ઉપાડે શરૂ કરાયેલા
ત્રણ વિષયમાં માત્ર 25 જેટલી જ અરજી આવી, હજુ સુધી સ્ક્રૂટિની પ્રક્રિયા પણ થઈ નથી
અમદાવાદ : ગુજરાત યુનિ.એ આ વર્ષે મોટા ઉપાડે પોસ્ટ ડોક્ટરેટ ડિગ્રીમાં ડી.લીટનો કોર્સ શરૂ કર્યો છે.પરંતુ આ કોર્સની જાહેરાત જુનમાં થયા બાદ ચાર મહિનાથી વધુનો સમય થઈ ગયો પરંતુ હજુ સુધી પ્રવેશ પ્રક્રિયા જ થઈ નથી. પી.એચડીના પછીના પોસ્ટ ડોક્ટરેટ કોર્સ કેટલીક યુનિ.ઓમાં ચાલે છે ત્યારે રાજ્યની સૌથી મોટી અને જુની એવી ગુજરાત યુનિ.એ પણ આ વર્ષે આ કોર્સ શરૂ કર્યો છે.
જેમાં સાયન્સમાં ડોકટરેટ ઓફ સાયન્સ, લીટરેચરમાં ડોક્ટરેટ ઓફ લિટરેચર અને લૉમાં ડોકટરેટ ઓફ લેજિસ્લેટિવ લૉ (એલએલડી)એમ ત્રણ વિષયમા પોસ્ટ ડોક્ટરેટ ડી.લીટ ડિગ્રી શરૂ કરવામા આવી છે. આ કોર્સની જાહેરાત જુનમાં કરવામા આવી હતી અને 15 જુલાઈ સુધી અરજીઓ મંગાવાઈ હતી.
અરજી પ્રક્રિયાને પણ ત્રણ મહિના થઈ ગયા છે પરંતુ હજુ સુધી પ્રવેશ પ્રક્રિયાની કોઈ જાહેરાત થઈ નથી કે કોઈ સ્પષ્ટતા પણ કરાઈ નથી.મળતી માહિતી મુજબ ત્રણેય વિષયોમાં માંડ 25 જેટલી અરજીઓ આવી છે અને યુનિ.એ અરજી ફી અન્ય સ્ટેટ-સરકારી યુનિ.ઓ કરતા ઘણી વધુ 5 હજાર જેટલી રાખી હતી.
જેને લઈને પણ ઉમેદવારોમાં રોષ છે અને અરજી ફીથી માંડી કોર્સ ફી વધુ હોવાથી ખૂબ જ ઓછા ઉમેદવારોએ પોસ્ટ ડોક્ટરેટ કોર્સ માટે રસ દાખવ્યો છે.જેટલી અરજીઓ આવી છે તેની સ્ક્રૂટિની પ્રક્રિયા પણ હજુ થઈ નથી.કમિટી બનાવાઈ હોવાનું યુનિ.તંત્રનું કહેવુ છે પરંતુ પ્રક્રિયાની કોઈ સ્પષ્ટતા કે જાહેર કરાઈ નથી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3C6qoiB
via IFTTT
إرسال تعليق