
યુવતી યુવકની અઘટિત માંગણીને તાબે ન થતા
ઇન્સ્ટાગ્રામથી શરૂ થયેલી મિત્રતામાં વિશ્વાસ કરવાનું યુવતીને ભારે પડયું
અમદાવાદ : સોશિયલ મિડીયા દ્વારા સંપર્કમાં આવેલા યુવક પર વિશ્વાસ કરવાનું તબીબી અભ્યાસક્રમ કરતી યુવતીને ભારે પડયુ હતું. ઇન્સ્ટાગ્રામ પરથી આવેલી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલ્યા બાદ યુવકે વિશ્વાસ કેળવીને તેની વોટ્સએપ પરથી વિડીયો કોલ દ્વારા વાંધાજનક સ્ક્રીન શોટ લીધા હતા.
જો કે બાદમાં યુવતીએ યુવક સાથે કોઇપણ સંપર્ક ન રાખતા યુવકે તેના ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ યુવતીની માતાએ નોંધાવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તબીબી અભ્યાસ કરી રહેલી તેમની દીકરીને એક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પરથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી.
જે સ્વીકાર્યા બાદ યુવકે વિશ્વાસ કેળવીને તેનો મોબાઇલ નંબર લઇને વોટ્સએપ પર વાત કરીને તેની સાથે વિડીયો કોલથી પણ સંપર્ક કર્યો હતો. આ સમયે યુવકે સ્ક્રીન શોટ લીધા હતા અને તેમની દીકરીએ પણ અંગત ફોટો મોકલ્યા હતા. બાદમાં યુવકે સતત વિડીયો કોલ કરવાનું કહેતા તેણે ના પાડી હતી. જેથી તેણે કેટલાંક ફોટો યુવતીના સગાને મોકલ્યા હતા.
જેને લઇને મામલો બીચકતા યુવકે માફી માંગી હતી. ત્યારબાદ છેલ્લાં બે માસથી ફરીથી તે ફોન કરીને પરેશાન કરતો હતો અને ફોટો સોશિયલ મિડીયામાં પોસ્ટ કરવાની ધમકી આપતો હતો. છેવટે આ અગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે યુવકની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m7pb58
via IFTTT
إرسال تعليق