વિરમગામથી ધ્રાંગધ્રા-માલવણને જોડતો હાઈવે બિસ્માર બન્યો


વિરમગામ : વિરમગામ શહેરથી ધ્રાંગધ્રા માલવણ હાઈવેને જોડતો રેહમલપુર સુધીનો રોડ બિસ્માર હાલતથી શહેરીજનો ગ્રામજનો વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. આ રોડ ઉપર ઠેર ઠેર ગાબડા પડી ગયા છે. આ સીંગલ રોડના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

ધ્રાંગધ્રા હાઈવેના આ જોડતો માર્ગ છેલ્લા ૧૦ વર્ષથી બન્યો નથી. ધ્રાંગધ્રા, કચ્છમાં જવા માટે આ ટુંકો માર્ગ હોય વાહન ચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે. વધુમાં આ રોડ બનાવવા માટે ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા જણાવ્યું હતું કે આ રોડ મંજુર થઈ ગયો છે જેને આઠ મહિના થઈ ગયા છતાં હજી સુધી આ રોડ બનાવવાનું કામ શરૂ થયું નથી. આ બિસ્માર રોડ બાબતે માર્ગ મકાન મંત્રીએ વોટ્સએપ દ્વારા શહેરીજનોએ ફરીયાદ કરેલી હોવા છતાં ૧ થી ૧૦ તારીખ સુધીમાં આ રોડ ઉપર નથી ખાડા બુરાણા આ રોડની બન્ને સાઈડમાં ગાંડા બાવળના ઉપદ્રવથી બન્ને સાઈડ બાવળનું કટીંગ કરવામાં ન આવતા વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. આ રોડ નવો ન બને ત્યાં સુધી પડેલ ખાડાઓમાં કોરીડ વેસ્ટ નાખી બુરાણ કરવામાં આવે અને બાવળોનું કટીંગ કરવામાં આવે તેવી શહેરીજનો, ગ્રામજનો વાહન ચાલકોની માંગણી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vG284i
via IFTTT

Post a Comment

أحدث أقدم