આધેડનું એટીએમ તફડાવી ખાતામાંથી રૂપિયા ૨૫૦૦૦ ઉપાડી લીધા


- સાણંદ શહેરમાં વધુ એક વૃદ્ધને ગઠિયાઓ ભેટી ગયા

- શહેરના ઘોડાગાડી સર્કલ પાસે એટીએમમાંથી રૂપિયા ઉપાડવા ગયેલા વૃધ્ધને ગઠિયો ચૂનો ચોપડી ગયો

સાણંદ : એટીએમ કાર્ડ તફડાવી રૂપિયા ઉઠાવી જતાં ગઠિયાઓની ગેંગ સાણંદમાં સક્રિય થઇ હોવાનો કિસ્સો બનવા પામ્યો છે. સાણંદના વૃધ્ધની નજર ચૂકવી તેમની પાસેથી એટીએમ કાર્ડ લઇ બીજુ એટીએમ કાર્ડ વૃધ્ધને પધરાવી દઇ ગણતરીની જ મિનિટોમાં રૂપિયા ૨૫૦૦૦ જેટલી માતબર રકમ ગઠિયો તફડાવી ગયો હોવાની પોલીસ મથકમાં જાણવા જોગ અરજી થઇ છે.

સાણંદ શહેરના કોલટ રોડ પર આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા ૬૫ વષય ખોળીદાસભાઇ શંકરભાઇ પટેલ આજરોજ સવારના સાડા નવેક વાગ્યાના સુમારે શહેરના ઘોડાગાડી પાસે આવેલી એસબીઆઇ બેંકના એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયા હતા.તે દરમ્યાન ગઠિયો ખોળીદાસભાઇ પાસે આવ્યો હતો.અને એટીએમમાંથી રૂપિયા નિકળવામાં સમય લાગતાં ગઠિયાએ એટીએમમાંથી રૂપિયા નિકળે છે કે નહી તેમ કહી ખોળીદાસભાઇને વાતોમાં લઇ તેમની નજર ચૂકવી તેમનું એટીએમ કાર્ડ તફડાવી લીધું હતું.અને બીજુ એટીએમ કાર્ડ ખોળીદાસભાઇને પધરાવી દઇ ગઠિયો ત્યાંથી ભાગી છૂટયો હતો.ખોળીદાસભાઇને કંઇપણ અંદાજ આવે તે પહેલા ગઠિયાએ ખોળીદાસભાઇના એટીએમ કાર્ડ મારફતે ગણતરીની મિનિટોમાં જ રૂપિયા ૨૫૦૦૦ ઉઠાવી લીધા હતા.બાદમાં છેતરાઇ ગયા હોવાની જાણ ખોળીદાસભાઇને થતાં સાણંદ શહેર પોલીસ મથકમાં દોડી ગયા હતા.જયાં તેઓએ સમગ્ર ઘટના વિશે પોલીસને જાણ કરી અરજી આપી હતી.

શહેરમાં બંધ સીસીટીવી કેમેરાથી ગુનેગારોને મોકળું મેદાન

સાણંદ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા.પરંતુ સીસીટીવીની જાળવણીના અભાવે છેલ્લા કેટલાય સમયથી સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. પાલિકાની ઉદાસીનતાના કારણે પ્રજાના કરોડો રૂપિયાનું સીસીટીવી કેમેરાના નામે આંધણ થયું છે. શહેરમાં સીસીટીવી કેમેરા છેલ્લા ઘણા સમયથી બંધ છે જેના કારણે શહેરમાં ચોર લૂંટારાઓને મોકળું મેદાન મળી ગયું છે.જો સીસીટીવી કેમેરા ચાલુ હોત તો ચોર લૂંટારાઓને ઝડપી લેવામાં પોલીસને પણ સરળતા રહે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39WXcyd
via IFTTT

Post a Comment

Previous Post Next Post