
મંદિરમાં ન પ્રવેશ નહીં, સરકારે ગંભીર નોંધ લીધી
ભોગ બનેલાં અનુસુચિત જાતિના 6 વ્યક્તિઓને રાજ્ય સરકાર રૂા.21 લાખની સહાય ચૂકવશે
અમદાવાદ : કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામમાં અનુસુચિત જાતિના પરિવારોને મંદિરમાં પ્રવેશ અપાયો ન હતો. એટલું જ નહીં, આ પરિવારો પર હુમલો કરાયો હતો. આ પ્રકરણમાં રાજ્ય સરકારે ગંભીર નોંધ લીધી હતી. દલિત પરિવાર પર હુમલો કરનારાં સાત આરોપીઓને પોલીસ અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નેર ગામમાં મંદિરમાં પ્રવેશ આપવાના મામલે અનુસુચિત જાતિના પરિવાર પર હુમલો કરાયો હતો જેથી છ લોકોને ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સામાજીક ન્યાય અિધકારીતા મંત્રી પ્રદિપ પરમારે સૃથાનિક પોલીસ તંત્રને કડક પગલાં ભરવા સૂચના આપી હતી. આ ઉપરાંત ઘટનામાં સંડાવાયેલા લોકો પર કાનૂની કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.
સામાજીક ન્યાય અિધકારિતા વિભાગે નક્કી કર્યુ હતું કે, અત્યાચારનો ભોગ બનેલા લોકોને નિયમાનુસાર કુલ રૂા.21 લાખની સહાય ચૂકવવામાં આવશે.આ સંદર્ભમાં કચ્છ જિલ્લા પોલીસ તંત્રે ત્વરિત એક્શન લઇને સાત આરોપીઓની અટકાયત કરી હતી. સાથે સાથે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mu7soL
via IFTTT
Post a Comment