
વેજલપુરમાં એક સાથે ચાર ઘરમાં ચોરી: પોલીસ બજારોની ભીડમાં વ્યસ્ત છે એટલે સતર્ક રહેજો
અમદાવાદ : દિવાળીનો તહેવાર આવતાં પોલીસ અને પ્રજા બન્ને વ્યસ્ત છે ત્યારે તસ્કરોને પણ દિવાળી આવી હોય તેમ લાગે છે. શહેરના વાડજ, વેજલપુર અને સેટેલાઈટમાં ચોરીના ત્રણ બનાવ બન્યાં છે.
સેટેલાઈટના શિવરંજનીમાં આવેલા જય શેફાલી રો હાઉસના બંગલા નંબર 79માં આવેલી ડીઝાઈન સ્ટોર નામની આર્ટગેલેરીમાં ચોરી થઈ છે. 27 શો - પીસ, ટીવી, ડીવીઆર અને આર્ટ ગેલેરીની વસ્તુઓ, ફ્રેમ્સ સહિત કુલ 1.10 લાખની મતા ચોરાયાની ફરિયાદ આભાસભાઈ કંડયાએ નોંધાવી છે. લોખંડની જાળી અને દરવાજાનું ઈન્ટરલોક તોડીને ભોંયતળિયે બે માળેથી ચોરી કરનાર જાણભેદુ હોવાની શંકાથી પોલીસે તપાસ હાથ ધરી છે.
વેજલપુરના ફતેવાડી વિસ્તારમાં આવેલી અલ હમઝા ડુપ્લેક્સ સોસાયટીના ચાર મકાનમાં એક રાતમાં ચોરી થઈ હતી. સમાબાનુ સુભાનખાન દુરબેસ, તેમનાભાઈ તાલીબખાન અને પાડોશી ઈલિયાસભાઈના કારાના દિકરાના જુબેર મેમણ અને પાડોશી ઈરશાદભાઈ મનસુરીના ના ઘરમાં એક જ રાતમાં ચોરી તઈ હતી.
સમાબાનુના ઘરમાંથી સોનાનું પેન્ડન્ટ, રોકડ રકમ, તાલીબખાનનો મોબાઈલ ફોન, ઈલિયાસખાનના કાકાના દિકરાના બે મોબાઈલ ફોન અને ઈરશાદભાઈનો મોબાઈલ ફોન ઉપરાંત અન્ય બે મોબાઈલ ફોન મળી કુલ 91000ની મતા ચોરી જવાયાની ફરિયાદ વેજલપુર પોલીસમાં નોંધાવાઈ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mw7Jri
via IFTTT
Post a Comment