અમદાવાદથી કોરોના કાળમાં 1530 વ્યક્તિ ગૂમ, 764 હજૂ મળ્યા નથી


પોલીસે અઠવાડિયામાં 151 લોકોને શોધ્યા

14 વર્ષમાં હજુ 1728 લોકો લાપતા છે તેમને શોધી કાઢવા સીઆઈડી ક્રાઈમની કવાયત

અમદાવાદ : કોરોના યર 2020-21 દરમિયાન અમદાવાદમાંથી કુલ 1530 વ્યક્તિ લાપતા બની હતી તેમાંથી અડધોઅડધ 764 લોકોનો હજૂ સુધી પતો લાગ્યો નથી. વિતેલા 14 વર્ષમાં નહીં મળી આવેલા 1728 લોકોને શોધી કાઢવાની કવાયતમાં પોલીસે વધુ 151 લોકોને શોધી કાઢ્યાં છે.

મેગા સિટી અમદાવાદમાંથી લાપતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ખાસ કરીને કોરોનાના સમયગાળા દરમિયાન અમદાવાદમાંથી કુલ 1530 લાખો ગુમ થયાં છે. પોલીસે પ્રયાસો કરવા છતાં હજુ 764 લોકો મળી આવ્યાં નથી.

સીઆઈડી ક્રાઈમના વડા ટી.એસ. બિસ્ટ અને સીઆઈડીના મિસિંગ સેલના વડા અનિલ પ્રથમે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી વર્ષ 2007થી અત્યાર સુધીમાં કુલ 50000 લોકો લાપતા બન્યાં હતાં. કુલ 48000 લોકોને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. હજુ લાપતા 2000  લોકોને શોધી કાઢવા પ્રયાસો ચાલે છે.

અમદાવાદની વિશ્વા પટેલ સહિતના અનેક બાળકો એવાં છે કે જેમની શોધખોળ હજૂ પોલીસે અટકાવી નથી. અમદાવાદ શહેરમાંથી લાપતા બનેલાં લોકોને શોધી કાઢવા માટે સીઆઈડી ક્રાઈમ અને સૃથાનિક પોલીસે એક અઠવાડિયાની ડ્રાઈવ યોજી હતી. આ સમયગાળામાં રૂલ 151 લોકોની ભાળ મેળવવામાં આવી છે.

18 વર્ષ સુધીની વયના 10 બાળકો, 18થી 40 વર્ષના 112 યુવક, 40થી 60 વર્ષના 26 અને 60થી વધુ વયના ત્રણ લોકોને પોલીસે શોધી કાઢ્યાં છે. પોલીસને એવું જણાયું છે કે, બાળકો કે મોટી ઉંમરના લોકો ગૃહત્યાગ કરી જાય છે તે પાછળ પ્રેમ પ્રકરણ કે ઘરમાંથી ઠપકો આપવો કે પછી નાની વાતમાં માઠું લાગી જવાના કારણો મહત્તમ હોય છે. અમદાવાદમાં હ્યુમન ટ્રાફિકિંગના કિસ્સા નથી તે નોંધપાત્ર બાબત જણાઈ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bq9yiT
via IFTTT

Post a Comment

Previous Post Next Post