છેતરપિંડીના કેસમાં કંઇ જાણતો ન હોવાનું અમોલ શેઠનું એક જ રટણ


અમોલ શેઠને સાથે રાખીને અનિલ સ્ટાર્ચની ઓફિસમાં તપાસ થઇ શકે છે

મેડિકલ તપાસ બાદ દસ્તાવેજોને આધારે પૂછપરછ કરતા ગોળ ગોળ જવાબ આપવાના શરૂ કર્યા 

અમદાવાદ : અનિલ સ્ટાર્ચ મીલમાં થયેલા કરોડો રૂપિયાના આર્થિક ગોટાળાના કેસમાં અમોલ શેઠની ધરપકડ બાદ ક્રાઇમ બ્રાંચે પાંચ દિવસના રિમાન્ડ મેળવીને નાણાંના ગોટાળા બાબતે પુછપરછ શરૂ કરી છે. જો કે આ કેસમાં કઇ જાણતો ન હોવાનું કહીને અમોલ શેઠ પોલીસને તપાસમાં સહયોગ આપતો ન હોવાનું જાણવા મળ્યું છે.

શનિવારે સવારે મેડીકલ ચેકઅપ બાદઅમોલ શેઠની કેસને લગતી પુછપરછ શરૂ કરવામાં આવી હતી. જેમાં તેની ઉપસ્થિતિમાં લેવામાં આવેલા નાણાંના દસ્તાવેજી પુરાવાને આધારે પ્રશ્નો પુછવામાં આવતા તણે ચબરાક આરોપીેની માફક પોલીસની પુછપરછને આડે પાટે ચડાવવાનું શરૂ કર્યું હતું.

 જેમાં અનિલ સ્ટાર્ચમાં થયેલા નાણાંકીય વ્યવહારો અંગે પોતે કઇ જાણતો ન હોવાનો રાગ આલાપવાનો શરૂ કર્યો છે. તો ધંધાની ખોટને આગળ ધરીને પોતાનો બચાવ કરી રહ્યો છે. પરંતુ, સાડા ત્રણ કરોડથી વધારેની રકમનો હિસાબ આપવાની વાતને લઇને  તેની પાસે કોઇ જવાબ નથી. 

ત્યારે પોલીસે એક પછી એક સવાલો દસ્તાવેજોને આધારે જ પુછવાના શરૂ કર્યા છે. રોકાણકારો પાસેથી લેવામાં આવેલા નાણાં ધંધાની ખોટ સરભર કરવા માટે નહી પણ અન્ય સ્થળે રોકાણ કરાયાની માહિતી પોલીસને મળી છે. હાલ જેની ખરાઇ ચાલી રહી છે.

તો રવિવારે પોલીસ અમોલ શેઠને સાથે રાખીને અનિલ સ્ટાર્ચ મિલની ઓફિસ અને ધંધાના અન્ય સ્થળે પર તપાસ કરી શકે છે. ત્યારે સુત્રોનું માનવું છે કે અનિલ સ્ટાર્ચ મિલના ગોટાળાનો આંક વધુ ઉચો જઇ શકે તેમ છે અને પુછપરછમાં કોઇની સંડોવણી બહાર આવશે તો ધરપકડ પણ કરાશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3E724Oc
via IFTTT

Post a Comment

أحدث أقدم