ગુજરાતમાં 15 દિવસમાં જ તમામ બાળકોને રસી આપવાની તૈયારી


કેન્દ્ર સરકારની લીલી ઝંડી મળે તેનો ઈન્તજાર

રાજ્યના આરોગ્ય વિભાગની 8,000 ટીમો તૈયાર કરી દેવાઈ બાળકો માટેની ઝાયકો-ડીને મંજૂરી મળી ગઈ છે

અમદાવાદ : રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી મુજબ જો કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે પણ બાળકોની રસીની જાહેરાત કરવામાં આવશે ત્યારે ફક્ત 15 દિવસની અંદર સમગ્ર રાજ્યના તમામ બાળકોને રસીકરણ કરી દેવામાં આવશે.

આ માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 8000 જેટલી ટીમને પણ કાર્યરત કરવામાં આવશે અને ટૂંકા ગાળાની અંદર જ એટલે કે ફક્ત પંદર દિવસની અંદર જ રાજ્યના તમામ બાળકોની રસીકરણનું કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

રાજ્યમાં હાલ 18 વર્ષ થી મોટી ઉંમરના લોકોનું મોટા પાયે વેકસીનેશન પ્રકિયા પૂર્ણ થઈ છે, હવે માત્ર ઘણા ખરા લોકો તકાવારીની દ્રષ્ટિએ વેકસીન લેવાથી વંચિત છે જે આગમી દિવશોમાં 100 ટકા લોકો વેકસીન થઈ સજ્જ થઈ જશે તેવામાં હવે નાના બાળકોને વેકસીનનો લઈને રાજ્યના આરોગ્ય વિભાગે ત્યારીઓ શરૂ કરી દીધી છે.

રાજ્યના અત્યારે કુલ 1.40 કરોડ બાળકો સરકારના ચોપડે નોંધાયેલા છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા બાળકોની રસી માટે ક્યાં ક્યાં ધારા ધોરણ નક્કી  કરવામાં આવે છે તે ખૂબ મહત્વનું બની રહેશે.

જો કે કેન્દ્ર સરકારની સૂચના મળે કે 5 થી 18 વર્ષની ઉંમરના બાળકોને રસી આપવાની છે તો તે પ્રમાણે આરોગ્ય ટીમ કામગ્રીરી કરશે એટલે કેન્દ્ર સરકારની ગ્રીન ઝડી બાદ ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ ગણતરીના દિવસોમાં તમામ બાળકોને વેકસીનથી સજ્જ કરી દેશે તેવો દાવો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જો કેન્દ્ર સરકાર વેકસીનેશન બાળકોમાં કરવાનું કહે તો આરોગ્ય વિભાગની ટીમ શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને બાળકોને શાળા ખાતે જઇને વેકસીન આપવામાં આવશે,

જેથી મોટાભાગના તમામ બાળકો વેકસીનથી સજ્જ થઈ જાય, આમ શાળાના ડેટાના આધારે તથા જિલ્લા શિક્ષણ અધિકારીના ડેટાના આધારે તમામ બાળકોને રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યારે વર્તમાન સમયમાં રાજ્યના 18 વર્ષથી વધુના તમામ નાગરિકોએ રસીકરણ થઈ ગયું છે. ત્યારે રસી લેનારા માતાપિતા પણ બાળકોને ઝડપથી રસી અપાવશે.

મહત્વની વાત એ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા બાળકો માટેની રસી ઝાયકો-ડીને 20 ઓગસ્ટના રોજ મંજૂરી આપવામાં આવી છે જેમાં 12 વર્ષથી વધુની વયના બાળકોને આપવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં દેશના અલગ અલગ જગ્યાએ બાળકો ઉપર રિસર્ચ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઝાયડસની ઝાયકો-ડી બાળકોની રસીને મંજૂરી આપવામાં આવી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ps3IG5
via IFTTT

Post a Comment

أحدث أقدم