
ગુજરાત-મુંબઇમાં બુકી-સટોડિયાઓ ફુલ ફોર્મમાં
પાંચ ઓવરનાં સેશન, અડધી સદી અને ચોગ્ગા-છક્કા પર પણ દાવ લગાવાયો : ઓનલાઇન સટ્ટા માટે 20 થી વધારે મોબાઇલ અિેપ્લકેશન
અમદાવાદ : ટી-20 વર્લ્ડ કપની સૌથી મહત્વની ગણી શકાય તેવી ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઇવોલ્ટેજ મેચને લઇને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે. તો મુંબઇ- ગુજરાતના બુકી અને સટ્ટોડિયાઓએ દિલધડક મેચ માટે રૂપિયા એક હજાર કરોડનો દાવ લગાવ્યો છે. જેમાં પાંચ ઓવરના સેશન્સ, સિક્સ-ફોર પર પણ સટ્ટો લગાવવામાં આવ્યો છે. જ્યારે 35 પૈસાના ભાવે ભારત જીત માટે ફેવરીટ છે.તો પાકિસ્તાન માટે 60 પૈસાનો ભાવ ચાલી રહ્યો છે.
ટી-20 વર્લ્ડ કપની રવિવારે રમાનારી ભારત-પાકિસ્તાનની મેચને લઇને ક્રિકેટના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત-પાકિસ્તાનની કોઇ પણ ટીમની મેચ કરતા સૌથી મહત્વની હોય છે અને બંને દેશમાં જ નહી. સમગ્ર વિશ્વની નજર ભારત-પાકિસ્તાનની મેચ પર રહે છે. ત્યારે ગુજરાત-મુંબઇના બુકીઓએ આ હાઇ વોલ્ટેજ મેચમા આ વર્ષનો સૌથી મોટો સટ્ટો રમાડવા માટે તૈયારીઓ કરી છે.
જેમાં બુકીઓએ 20 થી વધારે મોબાઇલ એપ્લીકેશનની મદદથી સટ્ટો લેવાનું શરૂ કર્યું છે. નવાઇની વાત એ છે કે આ મોબાઇલ એપ્લીકેશન બુકીઓએ તૈયાર કરી છે અને લીંકની મદદથી તે ઓપન થયા બાદ તેમાં લોગ ઇન કરીને સટ્ટો ુબુક કરવામાં આવી રહ્યો છે.
સામાન્ય રીતે પહેલા મોબાઇલ પર સટ્ટો બુક થતો હતો. જેમાં પોલીસ ટેકનીકલ સર્વેલન્સની મદદથી લોકેશન ટ્રેક કરતા હોવાને કારણે હવે મોબાઇલ એપ્લીકેશન સૌથી સલામત રસ્તો બન્યો છે. ત્યારે આ મેચ માટે ગુજરાતના 50 થી વધારે અને મુંબઇના 45 થી વધારે પ્રોફેશનલ બુકીઓએ ભાવ લેવાનું શરૂ કર્યું છે.
જેમાં ભારત આ જીત માટે સૌથી વધારે ફેવરીટ સ્થિતિમાં 35 પૈસા અને પાકિસ્તાનની ટીમ 60 પૈસાના ભાવે ચાલી રહી છે. જો કે આ મેચમાં હારજીત પર રમાનારા સટ્ટા કરતા પણ અલગ અલગ સેશન્સ પર સટ્ટો રમવામાં સટ્ટોડિયાઓને રસ છે. જેથી બુકીઓએ પાંચ-પાંચ ઓવરના સેશન્સ ખોલ્યા છે. જમાં કઇ ટીમ પ્રથમ પાંચ ઓવરમાં કેટલા રન સુધી બનાવે છે?
કઇ ટીમ સૌથી વધારે સીક્સ-ફોર નોંધાવે છે? અને કેટલી અડધી સદી થશે? તેના પર સટ્ટો ચાલી રહ્યો છે. તો મુંબઇ, અમદાવાદ, રાજકોટ , કચ્છ અને સુરતમાં સટ્ટો બુક કરાવવા માટે બુકીઓએ 100 થી વધારે નિષ્ણાંત લોકોને રોક્યા છે. જે સટ્ટો બુક કરે છે. જો હાલ બુક થતો સટ્ટો માત્ર નોંધ બુકમાં રહેશે અને બાદમાં નાણાંને હવાલાથી એકત્ર કરવા માટે પણ આયોજન કરાયું છે.
સામાન્ય રીતે નાણાં હવાલા દ્વારા દુબઇ થઇને ભારત મોકલવામાં આવે છે. ત્યારે મુખ્ય બુકીઓ દુબઇથી સટ્ટ હેન્ડલ કરતા હોવાથી ગુજરાત-મુંબઇના બુકીઓએ બુક થયેલો સટ્ટો નોંધાવી રહ્યા છે. ખાસ કરીને કોવિડ પછી બધુ સામાન્ય બન્યા ૂબાદ અત્યાર સુધીનો આ સૌથી મોટો સટ્ટો છે. જેમાં બુકીઓ અને સટ્ટોડીયાઓ તમામ જોખમ લઇને સટ્ટો રમી રહ્યા છે.
ઇન્સ્ટન્ટ સટ્ટાનો આંક પણ રૂ.100 કરોડને પાર જશે:બુકી
મુંબઇ સ્થિત એક બુકીએ જણાવ્યું કે બુકી અને સટ્ટોડિયાઓ દ્વારા રમાડનારા સટ્ટા ઉપરાંત, ઇન્સ્ટન્ટ સટ્ટો પણ રમાતો હોય છે. જેમાં બુકી કે સટ્ટોડિયાઓ નહી પણ લોકો ચોક્કસ ઓવરમાં વિકેટ પડશે કે નહી?, ઓવરમાં સીક્સ કે ફોર લાગશે નહી? ટોસ કોણ જીતશે? જેવી બાબતને લઇને ઇન્સ્ટન્ટ સટ્ટો રમાતો હોય છે. જેમાં વ્યવહાર તાત્કાલિક કરવામાં આવે છે. આ સટ્ટો નાના સેન્ટરમાં ફેવરીટ હોય છે. જેનો આંક રૂ.100 કરોડને પાર થશે.
ભારતનો 35 પૈસા ભાવ પાકિસ્તાનનો 60 પૈસા
ભારત-પાકિસ્તાનની દરેક મેચ હંમેશા ક્રિકેટજગતની સૌથી દિલધડક મેચ રહેતી હોય છે. પહેલાના સમયમાં પાકિસ્તાનની ટીમમાં દિગજ્જ ખેલાડીઓ હોવાને કારણે પાકિસ્તાનની ટીમ ફેવરીટ રહેતી હતી. પરંતુ હાલ ટી-20 વર્લ્ડકપમાં ટીમ વિરાટ કોહલી સૌથી મજબુત છે. જેથીે પાકિસ્તાનની ટીમ બુકીઓની ફેવરીટ નથી.
ત્યારે સટ્ટા બજારમાં આજે ભારતનો ભાવ 35 પૈસાથી ખુલ્યો હતો અને પાકિસ્તાનનો ભાવ 60 પૈસા ખુલ્યો છે. સટ્ટોડિયાઓને પ્રતિભાવ જોતા ભારતનો ભાવ 15 પૈસા અને પાકિસ્તાનનો ભાવ 70 પૈસા સુધી જઇ શકે છે. જો આ મેચમાં ભારત જીતે તો સટ્ટોડિયાઓને અને પાકિસ્તાનની જીત પર બુકીઓને જેકપોટ લાગી શકે તેમ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3E8gMnX
via IFTTT
إرسال تعليق